સુરતની વલોડની બહેનો દ્વારા લિજ્જત પાપડ બનાવીને બ્રાન્ડિંગ કરી કરોડો રૂપિયા આજે કમાય છે. ડાંગ વલસાડની બહેનો પણ નાગલી તેમજ બેકરી ઉદ્યોગ અને વલસાડની બહેનો ગાલીચાના ઉદ્યોગ ઉત્પાદન થકી સારું હુડિયામણ વિદેશમાંથી પણ મેળવે છે. બહેનોને ઘરના બાળકોને સંસ્કાર તથા પાલનની જવાબદારી સાથે પૂરક વ્યવસાયથી આગળ વધીને ઘરનું ગુજરાત ચલાવે છે. મહિલાઓના નામે ઘરની મિલકતો આજે થઈ છે.પ્રધાનમંત્રી આવાસ યોજના મહિલાના નામે છે. ઉજ્વલા યોજના થકી બહેનોને આરોગ્ય કવચ મળ્યું છે. સાથે પી.એમ.જે.વાય કાર્ડથી કુટુંબમાં માંદગી વખતે મદદ મળે છે. જન ધન ખાતા ખોલીને સીધા પૈસા તેમના ખાતામાં જમા થાય છે. આત્મનિર્ભર ભારત રાષ્ટ્રનિર્માણમાં મહિલાઓની મોટી ભૂમિકા રહી છે અને તેઓ સુપેરે નિભાવી રહી છે.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલે જણાવ્યું હતું કે દરેકને સરકારી નોકરી મળે તે શક્ય નથી પણ બહેનો સ્વસહાય જૂથો ઊભા કરીને આર્થિક પ્રવૃત્તિ કરીને રોજગારી મેળવી શકે છે અને બીજાઓને રોજગારી આપી શકે છે અને જીરો ટકાએ સરકાર વ્યાજ રહિત લોન આપે છે.મહિલા સશક્તિકરણના અનેક અવસરો પ્રદાન કરે છે. શાહુકારોના ચુંગાલમાંથી આ સ્વસહાય જૂથ કુટુંબને ઉગારે છે. તેમ જણાવ્યું હતું.
આ પ્રસંગે મહિલા અગ્રણી કૌશલ્યા કુવરબાએ જણાવ્યું હતું કે મહિલાઓ આત્મનિર્ભર ભારતના સ્વપ્નને પોતાના પરિશ્રમ થકી ઉજાગર કરે છે. મુદ્રા યોજના, બેટી પઢાઓ બેટી બચાવોનું કામ પણ મહિલાઓ કરી રહી છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ અને તત્કાલીન મુખ્યમંત્રી શ્રીમતી આનંદીબેન પટેલે પણ મહિલા સશક્તિકરણનું ગુજરાતમાં ઉત્તમ કામ કર્યું છે. આ સરકારે વ્યાજખોરોના ચુંગાલમાંથી સખી મંડળના માધ્યમથી ઉગારવાનું કામ કર્યુ છે.
આ પ્રસંગે જિલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે આઝાદીના અમૃત મહોત્સવ અન્વયે સ્વસહાય જુથોને સામૂહિક ધિરાણ આપવાની પહેલ વર્ષ ૨૦૧૧માં લાઇવલીહુડ કંપની દ્વારા શરૂ કરવામાં આવી.જેનો સીધો ફાયદો સખીમંડળોને મળી રહ્યો છે. એક લાખથી દસ લાખ સુધીનું ધીરાણ બહેનોને પગભર થવા મળે છે. આ આર્થિક ઉપાર્જન માટે આપવામાં આવે છે. અને સાથે બેંકો અને વહીવટી તંત્રના હકારાત્મક અભિગમથી સુંદર પરિણામો જિલ્લામાંમળ્યા છે. ધિરાણ અંગેની આંકડાકીય વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. જ્યારે જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહ દ્વારા સૌને આવકારી આજીવિકા મિશનના ઉદ્દેશો અંગે સુંદર સમજ આપી હતી. સૌ ઉપસ્થિત મહાનુભાવો અને બહેનોનો આભાર માન્યો હતો.

આ પ્રસંગે હિંમતનગરના ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા,જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલ, નગરપાલિકાના પ્રમુખશ્રી યતિનબેન મોદી, તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી વિનોદભાઈ પટેલ, તાલુકા જિલ્લા પંચાયતના સદસ્યો, સંગઠન અગ્રણીઓ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ બેંકોના મેનેજરો તથા મહિલાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા