સમગ્ર હવન શાળામાં સ્વામિનારાયણ સંતોના માર્ગદર્શન હેઠળ હજારો સ્વયંસેવકોએ ખડેપગે રહી વ્યવસ્થાપન સંભાળ્યું હતું. દશાબ્દી મહોત્સવ પ્રસંગે વિવિધ ધાર્મિક કાર્યક્રમો નું પણ સુંદર આયોજન સ્વામિનારાયણ સંતો દ્વારા સુંદર આયોજન કરવામાં આવ્યું છે.આજે ભવ્યાતિભવ્ય અને દિવ્યાતિદિવ્ય હોમાત્મક ઐતિહાસિક હવનનો લાભ સેંકડો લોકોએ લઈ ધન્યતા અનુભવી હતી.
ચાર દિવસ બીએપીએસ સંસ્થાનું કાર્યક્રમ છે તેની વિગતો જે નીચે મુજબ છે.
બોચાસણ વાસી શ્રી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા ના હિંમતનગર ના કાંકણોલ ખાતે આવેલ મંદિર નો દશાબ્દી મહોત્સવ તા. ૨૨/૧૨/૨૦૨૩ થી ૨૫/૧૨/૨૦૨૩ સુધી ઉજવણી કરવામાં આવશે.
હિંમતનગર મંદિરના કોઠારી સ્વામી પૂ.મંગલપુરુષદાસ સ્વામી તથા પૂ. કૌશલમુનીદાસ સ્વામીએ જણાવેલ કે બીએપીએસ સ્વામિનારાયણ સંસ્થા ના પ્રગટ ગુરૂહરી પ.પૂ.મહંત સ્વામી મહારાજ ના આશિર્વાદ થી સદૃગુરુ સંત પૂ. વિવેકસાગરદાસ સ્વામીની ઉપસ્થિતીમાં દશાબ્દી મહોત્સવની ઉજવણી કરવામાં આવશે .
તારીખ ૨૨ ને શુક્રવાર ના રોજ પ્રથમ દિવસે આદિવાસી સમાજના ૧૦૦ યુગલો ના સમુહ લગ્ન યોજાશે, જેમાં દરેક યુગલ ને વિવિધ ચીજવસ્તુ રૂપે 1 લાખ રૂપીયા સુધીની ભેટ આપવામાં આવશે. તમામ યુગલો લકઝરી બસ દ્રારા સુરત ખાતે પ.પૂ. સંત શ્રી મહંત સ્વામી મહારાજ ના આશિર્વાદ લેવા ગયા હતા.
જ્યારે પછી તારીખ ૨૩ ને શનીવાર ના રોજ વિશ્વશાંતિ મહાયાગ, સંસ્કાર દિન ની ઉજવણી કરાશે. ત્રીજા દિવસે એટલે કે તારીખ ૨૪ ને રવિવાર ના રોજ વિશ્વશાંતિ મહાયાગ, ભારત ભાગ્ય નિમાઁણ કાયઁક્રમ યોજાશે અને અંતિમ દિવસે તારીખ ૨૫ ને સોમવારના રોજ હિંમતનગર મંદિર નો પાટોત્સવ અભિષેક, સન્માન સમારોહ તથા સમપઁણ દિવસની ઉજવણી કરાશે.
તેમણે વધુમાં જણાવેલ કે આ દશાબ્દી મહોત્સવની ઉજવણી છેલ્લા ૧ માસ થી ચાલી રહી છે જેમાં ૫૦૦ ઉપરાંત સ્વયંસેવક બહેનો તથા ભાઇઓ વડીલ સંતોના માગઁદશઁન હેઠળ સેવા આપી રહ્યા છે. બહારગામના તમામ સ્વયંસેવકોને રહેવા જમવાની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.