નીરવ જોષી, અમદાવાદ (M-7838880134)
• મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ સો પ્રથમ સવારે 8:00 વાગે ગાંધીનગરના સેક્ટર-9 માં મતદાન કર્યું
નીરવ જોષી, અમદાવાદ (M-7838880134) • મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ સો પ્રથમ સવારે 8:00 વાગે ગાંધીનગરના સેક્ટર-9 માં મતદાન કર્યું ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ પરિવારજનો સાથે આજે સવારે 8:00 વાગે ૩૬-ગાંધીનગર (ઉત્તર) વિધાનસભા મત વિભાગ માટે મતદાન કર્યું હતું. ગાંધીનગરના સેક્ટર-9 માં બુથ […]

નીરવ જોષી, અમદાવાદ (M-7838880134)
• મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ સો પ્રથમ સવારે 8:00 વાગે ગાંધીનગરના સેક્ટર-9 માં મતદાન કર્યું
ગુજરાતના મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ પરિવારજનો સાથે આજે સવારે 8:00 વાગે ૩૬-ગાંધીનગર (ઉત્તર) વિધાનસભા મત વિભાગ માટે મતદાન કર્યું હતું. ગાંધીનગરના સેક્ટર-9 માં બુથ નંબર-144 ખાતે શ્રીમતી પી. ભારતી સાથે તેમના પરિવારજનો; પતિ શ્રી સુમન રત્નમ દરશી અને દીકરી ઈશાએ મતદાન કર્યું હતું. દીકરી ઈશાએ ફર્સ્ટ ટાઈમ વોટર તરીકે પહેલી વખત મતદાન કર્યું હતું. અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ પણ સેક્ટર-9 માં બૂથ નંબર-144 ખાતે 36-ગાંધીનગર (ઉત્તર) વિધાનસભા મત વિભાગ માટે મતદાન કર્યું. જ્યારે અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી અશોક માણેકે ગાંધીનગરના સેક્ટર-7 માં સરદાર પટેલ વિદ્યામંદિર ખાતે મતદાન કર્યું હતું હતું.
*• મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી*
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ આજે સવારે ગાંધીનગરના સેક્ટર-19 માં આવેલા વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં કાર્યરત કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરની મુલાકાત લીધી હતી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાનમાં 93 બેઠકો પર આજે સવારે 8:00 વાગ્યાથી મતદાન શરૂ થયું છે. 14 જિલ્લાઓમાં 26,409 મતદાન મથકો પર શાંતિપૂર્ણ રીતે મતદાન યોજાઈ રહ્યું છે. 50% થી વધારે મતદાન મથકોનું લાઈવ વેબકાસ્ટિંગ થઈ રહ્યું છે. બીજા તબક્કામાં 13,319 મતદાન મથકો પરથી લાઈવ વેબકાસ્ટિંગ કરવામાં આવી રહ્યું છે. ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્દ્રમાં ઊભા કરાયેલા કમાન્ડ એન્ડ કંટ્રોલ સેન્ટરમાં 50થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓ લાઈવ વેબકાસ્ટિંગ પર ચાંપતી નજર રાખી રહ્યા છે.
મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતી અને અધિક મુખ્ય નિર્વાચન અધિકારી શ્રી કુલદીપ આર્યએ આજે સવારે આ સેન્ટરની મુલાકાત લઈને સમગ્ર કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું અને સંતોષ વ્યક્ત કર્યો હતો.
*• ગાંધીનગર-*
• ૮૨ વર્ષના વડીલોનો લોકશાહીના મહાપર્વ માટેનો અનેરો ઉત્સાહઃ સૌ પ્રથમ મતદાન કરવા સેક્ટર-૨૦ ખાતે જૈફ દંપતિ નિયત સમય કરતાં પહેલાં જ મતદાન મથકે પહોચી સમયસર સૌથી પહેલા મતદાન કરીને પ્રેરણાદાયી દાખલો બેસાડ્યો.
• દિવ્યાંગ દંપતિ મુકેશ ભારતી જોશી અને આશાબેન મત મથક પર આવી પોતાનો પવિત્ર મત આપી ગર્વ અનુભવ્યો. આ સાથે જણાવ્યું હતું કે શારીરિક રીતે ભલે અશકત છીએ પણ , અમને ખુશી છે કે અમારા મત થકી અમે દેશના ભવિષ્યમાટે મતદાન થકી એક નાનો આધાર બની રહયા છીએ એ વાતનો ગર્વ અનુભવ્યે છીએ.
• ૮૫ વર્ષીય નિવૃત્ત શિક્ષક પ્રવીણભાઈ ઓઝાએ ઉત્સાહપૂર્વક મતદાન કરતાં કહ્યું કે, દેશ અને રાષ્ટ્રને મજબૂત બનાવવા હું જીવું છું ત્યાં સુધી મારી આ મતદાનની ફરજ નહીં ચૂકું.
• ગાંધીનગરના કલ્હાર પટેલે પોતાના જીવનનો પ્રથમ મત આપતાં આનંદની લાગણી અનુભવતાં કહ્યું કે, નાનપણથી મતદાન કરવા માટેની મારી આતુરતાનો આજે અંત આવ્યો.
*• મહીસાગર-*
o પ્રથમ પાંચ મતદાતાઓનું પોલીંગ સ્ટાફ દ્વારા પુષ્પગુચ્છ આપી સ્વાગત કરાયું.
o જિલ્લા ચૂંટણી તંત્ર દ્વારા કડાણા ડેમ જળાશયમાં આવેલા રાઠડાબેટમાં મતદાન મથક સ્થાપિત કરાયું. આ મતદાન મથક પર પહોચવા માટે પોલીંગ સ્ટાફ જરૂરી સાધનો સાથે બોટ લઈને પહોચી ગયા.
*• પાટણ-*
o ૮૦ વર્ષના મહિલા મતદાર સીતાબેન પટેલે સવારે મતદાન કરીને અન્ય મતદારોને મતદાન માટે અપીલ કરી.
*• અરવલ્લીઃ*
o પ્રથમવખત મતદાન કરનાર યુવા મતદારોને વિવિધ છોડ આપી અભિવાદન કરાયું.
*• વડોદરા-*
o નવતર પહેલઃ જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ખાતે ઈકો ફ્રેન્ડલી મતદાન મથકના પહેલા મતદાતા પાસે યાદગારી ના ભાગરૂપે વૃક્ષારોપણ કરાવવામાં આવ્યું.
ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
નગરોની ખબરરમેશ સવાણી (વડોદરા , ભૂતપૂર્વ આઈજીપી-IGP, Gujarat Police) બળાત્કારીઓના સન્માન બાદ ભ્રષ્ટાચારીઓનું સન્માન! ક્લાસ-1/2ની પરીક્ષા આપવા માટે યુવાનો રાત-દિવસ એક કરે છે. કોચિંગ લે છે. મોટિવેશનલ સેમિનાર એટેન્ડ કરે છે. ઓરલ ઈન્ટરવ્યૂમાં સમાજસેવાની/ દેશભક્તિની ઊંચી ઊંચી વાતો કરે છે. પરંતુ સિલેક્શન થતાં, હોદ્દા પર આવતાં જ એકાએક તેમના ચરિત્રમાં સમૂળગું પરિવર્તન આવી જાય છે. ભ્રષ્ટાચાર […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-9106814540) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ-થરાદથી ₹891 કરોડના રેલવે પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ: ખેડબ્રહ્મા-અસારવા નવી ટ્રેન સેવાનો વિધિવત પ્રારંભ ઉત્તર ગુજરાતના વિકાસને મળી નવી ગતિ: ખેડબ્રહ્મા-હિંમતનગર બ્રોડગેજ લાઈન પર પ્રથમ ટ્રેનનું વડાપ્રધાન દ્વારા વર્ચુઅલ ઈ-પ્રસ્થાન રેલવેના આધુનિકીકરણથી આદિજાતિ વિસ્તારોમાં વેપાર અને પર્યટનને વેગ મળશે: સ્થાનિકોમાં ખુશીનો માહોલ *આ સમગ્ર વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસના […]
જીવનશૈલીસંકલન: નીરવ જોશી (M-9106814540) આજે સવારથી જ ઇલેક્ટ્રોનિક મીડિયા ની ન્યુઝ ચેનલો દેશના વડાપ્રધાન મોદીએ જ્યારથી ગુજરાતના સીએમ બન્યા ત્યારથી અને અત્યાર સુધી સત્તામાં 8931 દિવસો શિખર પર સત્તામાં રહ્યા છે !! એવી જાહેરાત વાળી સમાચારો પણ કરી રહ્યા હતા !આ પહેલા સિક્કિમ રાજ્યના CM પવન ચામલીંગ નામના રાજકારણી 8930 દિવસ સુધી સતત રાજ્યના સીએમ તરીકે […]