સંકલન: નિરવ જોશી અમદાવાદ (M-7838880134 & 9106814540)
રાજ ગોસ્વામી ( લેખક, વરિષ્ઠ એડિટર)
સંકલન: નિરવ જોશી અમદાવાદ (M-7838880134 & 9106814540) રાજ ગોસ્વામી ( લેખક, વરિષ્ઠ એડિટર) મોર્નિંગ મ્યુસિંગ્સ (રવિવાર સ્પેશિયલ): મિલિંદ સોમણનું નામ યાદ છે? વર્ષો પહેલાં તેની તે વખતની ગર્લફ્રેન્ડ અને મોડેલ મધુ સપ્રે સાથે ટફ શૂઝની એક જાહેરાતના વિવાદને લઈને અથવા ગાયક અલિશા ચિનોયના મ્યુઝિક વિડીઓ ‘મેઈડ ઇન ઇન્ડિયા’ના કારણે મિલિંદનું નામ મનમાં ગુંજે તે શક્ય […]

સંકલન: નિરવ જોશી અમદાવાદ (M-7838880134 & 9106814540)
રાજ ગોસ્વામી ( લેખક, વરિષ્ઠ એડિટર)
મોર્નિંગ મ્યુસિંગ્સ (રવિવાર સ્પેશિયલ):
મિલિંદ સોમણનું નામ યાદ છે? વર્ષો પહેલાં તેની તે વખતની ગર્લફ્રેન્ડ અને મોડેલ મધુ સપ્રે સાથે ટફ શૂઝની એક જાહેરાતના વિવાદને લઈને અથવા ગાયક અલિશા ચિનોયના મ્યુઝિક વિડીઓ ‘મેઈડ ઇન ઇન્ડિયા’ના કારણે મિલિંદનું નામ મનમાં ગુંજે તે શક્ય છે, પરંતુ તેની એ ઓળખાણ પુરતી નથી. આજે 57 વર્ષની વયે આ એક્ટર અને મોડેલ તેની ફિટનેસને કારણે વધુ જાણીતો છે.

એમાં જાણે મોણ નાખ્યું હોય તેમ, તેની વૃદ્ધ માતા અને પત્ની પણ ‘વટલાયાં’ છે. કદાચ ભારતનો આ પહેલો પરિવાર છે જ્યાં મા-દીકરો અને પુત્રવધુ ત્રણેય ફિટનેસ પાછળ દીવાનાં છે. કદાચ એટલે જ તેમને ભારતનું ‘ફિટેસ્ટ ફેમિલી’ કહેવાય છે.
બે વર્ષ પહેલાં, તેની 55મા જન્મદિવસનું સેલિબ્રેશન કરવા માટે મિલિંદે ગોવામાં એક બીચ પર નિર્વસ્ત્ર દોડ લગાવી હતી. તેનો હેતુ નગ્નતા બતાવાનો નહોતો, પણ તેની ફિટનેસનું પ્રદર્શન કરવાનો હતો. પાછી એ તસવીર તેની પત્નીએ જ લીધી હતી અને સાર્વજનિક કરી હતી. મિલિંદે તે તસવીર સાથે લખ્યું હતું, “હેપ્પી બર્થ ડે ટૂ મી, ફિફ્ટી ફાઈવ એન્ડ રનિંગ.”
આ સાથેની તસવીર જુવો. તેમાં 57 વર્ષનો મિલિંદ, તેની 84 વર્ષની માતા ઉષા અને 32 વર્ષની પત્ની અંકિતા છે. ત્રણેય કેવાં ફિટનેસ પ્રેમી છે તે તમને તેમના શરીર અને ચહેરા પરથી દેખાશે (ઉષા બહેને સાડી પહેરીને દીકરા સાથે અમદાવાદથી મુંબઇની દોડ કરી હતી). ત્રણેયે ભેગા મળીને તેમની ફિટનેસ ફિલોસોફી પર ‘કીપ મૂવિંગ’ નામનું આ એક સરસ પ્રેરણાદાયી પુસ્તક લખ્યું છે.
પુસ્તકનો મુખ્ય સંદેશ એ છે કે સ્વાસ્થ્ય અને ફિટનેસ માટે કોઈપણ ઉંમરે માનસિકતા ઘડી શકાય છે. ત્રણે જણાએ તેમની ઉંમરના અલગ અલગ પડાવ પર ફિટનેસને લક્ષ્ય બનાવ્યું હતું. અર્થાત, “આ ઉંમરે હવે કંઈ ના થાય” અથવા “મારે હજુ વાર છે” જેવું કશું હોતું નથી. જગ્યા ત્યાંથી સવાર.
શરીર કોઇ પણ ઉંમરે ફિટ થવા માટે કહ્યાગરા બાળકની જેમ તૈયાર હોય છે. મુસીબત ખાલી મનની હોય છે, જે વંઠેલા વયસ્ક જેવું હોય છે.
“If you do not challenge yourself every day, consciously create small challenges for yourself, your body begins to get weaker and weaker.”
– Milind Soman, Keep Moving.
ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
જીવનશૈલીડોક્ટર આશિષ ચોકસી, અમદાવાદ આજનો દિવસ – પ્રકરણ ૧૧ ૧૩/૦૯/૨૦૨૬ વાંચન સમય = પાંચ મિનિટ ૧૯૪૦ ની સાલ. પુણે માં ઇન્દિરાબાઈ નામની એક મહિલા લાંબા સમયથી બીમાર હતી. તેમના પતિ દત્તાત્રેય અત્રેએ વિચાર્યું કે પોતાની પત્ની કદાચ સંગીતથી સાજી થાય. તેઓ ઘરમાં હારમોનિયમ લાવ્યા. એક સંગીત શિક્ષકને ઇન્દિરાબાઈને સંગીત શીખવવા નક્કી કર્યા. ઇન્દિરાબાઈ તો સંગીત […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]