નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
હિંમતનગર ખાતે બાગાયત ખાતા દ્વારા બહેનો માટે અર્બન ડેવલોપમેન્ટ અંગેની તાલીમ યોજાઈ
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) હિંમતનગર ખાતે બાગાયત ખાતા દ્વારા બહેનો માટે અર્બન ડેવલોપમેન્ટ અંગેની તાલીમ યોજાઈ સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના ઉમિયા મંદિર ખાતે જિલ્લા બાગાયત કચેરી દ્વારા હિંમતનગર શહેરી વિસ્તારની બહેનો માટે અર્બન હોર્ટીકલચર ડેવલોપમેન્ટ અંગેની એક દિવસય તાલીમનું આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં શહેરી બહેનોને ઘર આંગણે કિચન ગાર્ડન દ્વારા વાવેતર કરવામાં આવતા વિવિધ શાકભાજી […]

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
હિંમતનગર ખાતે બાગાયત ખાતા દ્વારા બહેનો માટે અર્બન ડેવલોપમેન્ટ અંગેની તાલીમ યોજાઈ

સાબરકાંઠા જિલ્લામાં હિંમતનગરના ઉમિયા મંદિર ખાતે જિલ્લા બાગાયત કચેરી દ્વારા હિંમતનગર શહેરી વિસ્તારની બહેનો માટે અર્બન હોર્ટીકલચર ડેવલોપમેન્ટ અંગેની એક દિવસય તાલીમનું આયોજન કરાયુ હતુ. આ કાર્યક્રમમાં શહેરી બહેનોને ઘર આંગણે કિચન ગાર્ડન દ્વારા વાવેતર કરવામાં આવતા વિવિધ શાકભાજી પાકો, ફળપાકો, ફુલપાકો, ઔષધિય પાકોના વાવેતર અંગેની સમજ આપવામાં આવી હતી. તેમજ પાકોના વાવેતરમાં આવતા રોગ,જીવાત અને તેને સાચવવાની થતી વિવિધ કાળજી અંગે પ્રેઝન્ટેશન રજૂ કરવામાં આવ્યું હતુ. આ એક દિવસીય તાલીમમાં મદદનીશ બાગાયત નિયામક જે. એમ.પટેલ દ્વારા શહેરી વિસ્તારની બહેનોને અર્બન હોર્ટીકલચર ડેવલોપમેન્ટ અંગેનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતુ.
આ કાર્યક્રમમાં આવેલ બહેનોને કિચન ગાર્ડનની શરૂઆત કરી શકે તે માટે કચેરી દ્વારા કુંડા તેમજ વિવિધ શાકભાજી પાકોના બિયારણ વિતરણ કરવામાં આવ્યા હતા.
આ કાર્યક્રમમાં બાગાયત અધિકારી શ્રી એ.વી .ગઢવી, અગ્રણી ડો.ચીમનભાઈ પટેલ, પ્રેમીલાબેન પટેલ તેમજ વિવિધ તાલુકાના બાગાયત અધિકારીઓ ઉપસ્થિત રહી કાર્યક્રમને સફળ બનાવ્યો હતો.
બાગાયત ખાતા દ્વારા હિંમતનગર ખાતે દિવ્યાઞો માટે અર્બન ડેવલોપમેન્ટ અંગેની તાલીમ યોજાઈ

તારીખ ૧૬/૦૭/૨૦૨૨ના રોજ જલારામ મંદિર હિંમતનગર ખાતે નાયબ બાગાયત નિયામકશ્રી ની કચેરી દ્વારા હિંમતનગર શહેરી વિસ્તારના દિવ્યાઞ બહેનો અને ભાઈઓ માટે અર્બન હોર્ટીકલચર ડેવલોપમેન્ટ અંગેની એક દિવસે તાલીમનું આયોજન કરવામાં આવેલ. આ કાર્યક્રમમાં શહેરી બહેનો અને ભાઈઓએ ઘર આંગણે કિચન ગાર્ડન દ્વારા વાવેતર કરવામાં આવતા વિવિધ શાકભાજી પાકો, ફળપાકો, ફુલપાકો, ઔષધિય પાકોના વાવેતર અંગેની તેમજ તેમાં આવતા રોગ જીવાત અને તેની રાખવાની થતી વિવિધ કાળજી અંગે પ્રેઝન્ટેશન દ્વારા જે એમ પટેલ, મદદનીશ બાગાયત નિયામક દ્વારા માર્ગદર્શન આપવામાં આવેલ. આ કાર્યક્રમમાં કચેરી દ્વારા આવેલ બહેનો અને ભાઈઓને કિચન ગાર્ડનની શરૂઆત કરી શકે તે માટે બે કુડા તેમજ 10 પ્રકારના વિવિધ શાકભાજી પાકોના બિયારણ અને ટમેટા, મરચાં અને રીંગણ જેવા પાકોના ધરું વિતરણ કરવામાં આવેલ હતા. આ કાર્યક્રમમાં શ્રી જીગર પટેલ મદદનીશ બાગાયત નિયામક,શ્રી એ.વી .ગઢવી બાગાયત અધિકારી તેમજ વિવિધ તાલુકાના બાગાયત અધિકારી ઉપરાંત કૃતિકા બેન પટેલ, શી & વી સંસ્થા અમદાવાદ, જઞદીશભાઈ ઉપસ્થિત રહી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતો
ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
જીવનશૈલીડોક્ટર આશિષ ચોકસી, અમદાવાદ આજનો દિવસ – પ્રકરણ ૧૧ ૧૩/૦૯/૨૦૨૬ વાંચન સમય = પાંચ મિનિટ ૧૯૪૦ ની સાલ. પુણે માં ઇન્દિરાબાઈ નામની એક મહિલા લાંબા સમયથી બીમાર હતી. તેમના પતિ દત્તાત્રેય અત્રેએ વિચાર્યું કે પોતાની પત્ની કદાચ સંગીતથી સાજી થાય. તેઓ ઘરમાં હારમોનિયમ લાવ્યા. એક સંગીત શિક્ષકને ઇન્દિરાબાઈને સંગીત શીખવવા નક્કી કર્યા. ઇન્દિરાબાઈ તો સંગીત […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]