નીરવ જોશી , નવી દિલ્હી (M-7838880134 & M-9662412621) તાજેતરની મારી દિલ્હી અને હરિદ્વાર તેમજ ઋષિકેશ ની મુલાકાત બાદ ફરીથી દિલ્હી રોકાવાનું થયું હતું ત્યારે દિલ્હીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં આવેલી મુક્તજીવન સ્વામી બાપા સ્થાપિત મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર દિલ્હી ની મુલાકાત લેવાનું થયું હતું.. ઉલ્લેખનીએ છે કે દિલ્હીના ગુજરાતી સમાજ ગેસ્ટ […]
Nirav Joshi
પ્રકાશિત: मंगलवार, 30 जून 2026 | 11:57 AM
વાંચન સમય: 4 મિનિટ
शेयर करें:
નીરવ જોશી , નવી દિલ્હી (M-7838880134 & M-9662412621)
તાજેતરની મારી દિલ્હી અને હરિદ્વાર તેમજ ઋષિકેશ ની મુલાકાત બાદ ફરીથી દિલ્હી રોકાવાનું થયું હતું ત્યારે દિલ્હીના સિવિલ લાઈન્સ વિસ્તારમાં આવેલી મુક્તજીવન સ્વામી બાપા સ્થાપિત મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાન સંચાલિત શ્રી સ્વામિનારાયણ મંદિર દિલ્હી ની મુલાકાત લેવાનું થયું હતું.. ઉલ્લેખનીએ છે કે દિલ્હીના ગુજરાતી સમાજ ગેસ્ટ હાઉસ પાસે જ સ્વામિનારાયણ મંદિર આવેલું છે…અહીંયા ભગવાન સ્વામિનારાયણનું ખુબ સુંદર મંદિર છે અને સાથે અતિથિગૃહ તેમજ સ્વામિનારાયણ શુદ્ધ વૈષ્ણવ ભોજનાલય હરિભક્તો માટે પણ તેમજ ગુજરાતી પ્રવાસીઓ માટે બનાવવામાં આવેલું છે…
આ મંદિરના મહંત શ્રી દિવ્ય વિભૂષણ સ્વામી સાથે વાતચીત કરીને તેમણે આપેલી માહિતી પ્રમાણે આ મંદિરની તેમજ આ મંદિરના સ્થાપક અને પ્રેરણામૂર્તિ મુક્તજીવન સ્વામી બાપા અને પુરુષોત્તમપ્રિયદાસજી ના જીવનની આછેરી ઝલક મેળવી હતી. આજથી 83 વર્ષ પહેલા આ સંપ્રદાયના આદ્ય સ્થાપક મણીનગર શ્રી સ્વામિનારાયણ ગાદી સંસ્થાના આધ્ય સ્થાપક મુક્તજીવન સ્વામી બાપાએ સ્વામિનારાયણ ભગવાન અને જીવન પ્રાણ અબજીબાપા અને શ્રી સ્વામિનારાયણ ભગવાન ના સર્વોપરી સિદ્ધાંતો ના વિશ્વમાં વિશ્વમાં પ્રસાર અને પ્રસાર કરવા માટે આ સંસ્થાનું સ્થાપન કર્યું હતું – સ્થાપન કર્યું છે. અબજીબાપા અને મુક્તજીવન સ્વામિનારાયણ બાપા –સંત વિભૂતિ એ શિક્ષણ અને માનવ કલ્યાણના કેવા અદભુત કાર્ય કર્યા હતા ..તે તો આ મંદિરની મુલાકાત લઈએ અને સંતો પાસેથી સાંભળીએ ત્યારે જ ખબર પડે.. આ મંદિરમાં મહંત સ્વામી સાથે કુલ પાંચ સંતો રહે છે અને સેવાકીય પ્રવૃત્તિઓમાં સમય આપે છે… તેમજ અભ્યાસ માટે તેઓ સંસ્કૃત ભાષામાં વિદ્વાન બની રહ્યા છે. સ્વામિનારાયણ મંદિરનું 28 તેમજ ત્રણ હોલ ધરાવતું અતિથિગૃહ ખુબ સરસ સગવડ ધરાવે છે અને તેનું ફરીથી નવીનીકરણ થઈ રહ્યું છે..
આ સંસ્થા અંગે નો એક વિડિયો પણ જોવા જેવો છે, જે આ સંસ્થાની વિગતે વાત કરે છે
*** મણીનગર સ્થિત મુક્તજીવન સ્વામિનારાયણ મંદિરનો ભવ્ય ઇતિહાસ અને તેનો આછેરો પરિચય***
આજથી વર્ષો પહેલા અમદાવાદમાં જીવનપ્રાણ શ્રી મુક્તજીવન સ્વામી બાપાએ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ધર્મની સાથે માનવતાવાદી અને ચેરિટી કાર્યોની નવી પરંપરા શરૂ કરી હતી. તેમણે શિક્ષણ, આરોગ્ય, આપત્તિ વ્યવસ્થાપન, મહિલા સશક્તિકરણ અને સાંસ્કૃતિક વારસાના ક્ષેત્રે અદ્ભુત સામાજિક કાર્યો કર્યા છે.
મંદિરની સાથે શૈક્ષણિક શરૂઆત માટે શ્રી સ્વામિનારાયણ છાત્રાલયની સ્થાપના કરી હતી. સાથે જ સંસ્કૃત અભ્યાસ માટે પણ સંતો ભક્તોને પ્રોત્સાહન આપે છે.
મુક્તજીવન સ્વામીબાપાની સુવર્ણ તુલા થઈ ત્યારે આવેલા દાનને એ સ્ટેજ ઉપરથી જ તેમણે સ્કૂલ અને કોલેજ માટે આપી દીધું. ઓછી ફીમાં ચલાવવામાં આવતું સ્વામિનારાયણ છાત્રાલય પણ સ્વામીબાપાના શિક્ષણ પ્રેમનું ઉદાહરણ છે. જ્યાં આજે પણ બાળકોને નામ માત્રની ફી લઈને ભણાવવામાં આવે છે. અમદાવાદમાં શાહઆલમ જેવા વિસ્તારમાં ગરીબો અને મધ્યમવર્ગીય બાળકો અભ્યાસ કરી શકે તે માટે સ્વામિનારાયણ આર્ટ્સ કોલેજનો પ્રારંભ કરાવ્યો. ગરીબ અને વંચિત બાળકો શિક્ષણ મેળવી શકે તે માટે તેમણે શાળાઓ, કોલેજો, છાત્રાલયો અને પુસ્તકાલયો શરૂ કરાવ્યા. આ ઉપરાંત, મહિલાઓ માટે વિશિષ્ટ શૈક્ષણિક સંસ્થાઓની પણ સ્થાપના કરી છે. પંચમહાલ જેવા વિસ્તારમાં પણ સ્કૂલો અને કોલેજો બનાવી બાળકોને ઉત્તમ ભણતર મળે તેવા પ્રયાસો હાથ ધરાયેલા છે.
મુક્તજીવન સ્વામીબાપા સ્વામિનારાયણ સંપ્રદાયના પ્રથમ સંત હતા જેમણે વિદેશની ધરતી પર પગ મૂક્યો હતો. સંગીત ક્ષેત્રે પણ સંસ્થા દ્વારા ચાલતી મુક્તજીવન સ્વામીબાપા સ્કોટિશ પાઈપ બેન્ડ આગવી ઓળખ બની ચૂકી છે. આજે 7 જેટલા દેશોમાં સ્કોટિશ પાઈપ બેન્ડ પણ ભક્તિના સૂરો રેલાવે છે.
સમાજના છેવાડાના લોકોને ઉત્તમ સારવાર મળી રહે તે માટે તેમણે અનેક ક્લિનિક્સ, જનરલ હોસ્પિટલો અને શ્રી મુક્તજીવન સેવાશ્રમ જેવી ભક્તોને રહેવાની ઉત્તમ સુવિધા મળી રહે તેવી સંસ્થાઓની સ્થાપના કરી છે. કચ્છ ભૂજમાં પણ કચ્છી સમાજ દ્વારા ચાલતી હોસ્પિટલોને ઉત્તમ સુવિધાઓ મળે તે હેતુથી 25 કરોડ ઉપરાંતનું દાન આપવામાં આવ્યું હતું.
આપત્તિ વ્યવસ્થાપન અને બચાવ કાર્ય માટે માનવતાની સેવા માટે મુક્તજીવન ડિઝાસ્ટર મેનેજમેન્ટ અને રેસ્ક્યુ ફોર્સની સ્થાપના કરી હતી. આ સંસ્થા પૂર કે ધરતીકંપ જેવી આપત્તિઓમાં એમ્બ્યુલન્સ, રેસ્ક્યુ વાહનો અને બોટ દ્વારા લોકોને મદદ પૂરી પાડે છે.
મુક્તજીવન સ્વામીબાપાના રાહે જ પુરુષોત્તમપ્રિયદાસજી સ્વામીજી મહારાજે પણ એવા જ સેવા કાર્યો કર્યા છે. મુક્તજીવન સ્વામીબાપાની સ્મૃતિમાં તૈયાર થયેલું ગુરુભક્તિનું નૌતમ નજરાણું એટલે ઘોડાસર સ્થિત શ્રી મુક્તજીવન સ્વામીબાપા સ્મૃતિ મંદિર. સંગેમરમરનું આ સ્મૃતિ મંદિર વિશ્વશાંતિ કેન્દ્ર તરીકે ઓળખાય છે.
દિલ્હી સિવિલલાન્સ વિસ્તારમાં આવેલ મુક્તજીવન સ્વામિનારાયણ મંદિરના સંપર્ક નંબર નીચે મુજબ છે.
દિવ્યવિભૂષણ સ્વામી મહંત – સ્વામીનારાયણ મંદિર (7982539281)
વસંતભાઈ પંચાલ – મેનેજર સ્વામિનારાયણ મંદિર (9953171701)
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
ડોક્ટર આશિષ ચોકસી, અમદાવાદ આજનો દિવસ – પ્રકરણ ૧૧ ૧૩/૦૯/૨૦૨૬ વાંચન સમય = પાંચ મિનિટ ૧૯૪૦ ની સાલ. પુણે માં ઇન્દિરાબાઈ નામની એક મહિલા લાંબા સમયથી બીમાર હતી. તેમના પતિ દત્તાત્રેય અત્રેએ વિચાર્યું કે પોતાની પત્ની કદાચ સંગીતથી સાજી થાય. તેઓ ઘરમાં હારમોનિયમ લાવ્યા. એક સંગીત શિક્ષકને ઇન્દિરાબાઈને સંગીત શીખવવા નક્કી કર્યા. ઇન્દિરાબાઈ તો સંગીત […]
સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]
Nirav Joshi
2 सितंबर 20264 मिनट
ताजा खबर
Delhi Police ने बताया : अभिजीत दिपके, सौरव दास और आशुतोष रांका अभी भी हिरासत में, एहतियातन कार्रवाई जारी