નીરવ જોશી, ગાંધીનગર (M-9662412621)
*મીડિયા ક્ષેત્રે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક :
નીરવ જોશી, ગાંધીનગર (M-9662412621) *મીડિયા ક્ષેત્રે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક : * KSV દ્વારા સંચાલિત પત્રકારત્વ અભ્યાસક્રમમાં પ્રવેશ શરૂ, 30 જુલાઈ સુધી મળશે તક ગાંધીનગર, તા. 21/07/2026 મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઇચ્છુક યુવાનો માટે એલ.ડી.આર.પી. કેમ્પસ, કડી સર્વ વિશ્વવિદ્યાલયના પત્રકારત્વ વિભાગ દ્વારા એક વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન […]

નીરવ જોશી, ગાંધીનગર (M-9662412621)
*મીડિયા ક્ષેત્રે કારકિર્દી ઘડવાની સુવર્ણ તક :
* KSV દ્વારા સંચાલિત પત્રકારત્વ અભ્યાસક્રમમાં પ્રવેશ શરૂ, 30 જુલાઈ સુધી મળશે તક
ગાંધીનગર, તા. 21/07/2026
મીડિયા અને પત્રકારત્વ ક્ષેત્રમાં ઉજ્જવળ કારકિર્દી બનાવવા ઇચ્છુક યુવાનો માટે એલ.ડી.આર.પી. કેમ્પસ, કડી સર્વ વિશ્વવિદ્યાલયના પત્રકારત્વ વિભાગ દ્વારા એક વર્ષીય પોસ્ટ ગ્રેજ્યુએટ ડિપ્લોમા ઇન જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન (PGDJMC) અભ્યાસક્રમમાં પ્રવેશ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. આ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવવાની છેલ્લી તારીખ 30 જુલાઈ, 2026 છે.

આ બે સેમિસ્ટરના વ્યવસાયલક્ષી અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક, ડિજિટલ અને સોશિયલ મીડિયા, સમાચાર લેખન, રિપોર્ટિંગ, સંપાદન, એન્કરિંગ, જનસંપર્ક, ફોટો જર્નાલિઝમ અને મીડિયા મેનેજમેન્ટ જેવા વિષયોમાં થિયરી સાથે પ્રાયોગિક તાલીમ આપવામાં આવશે. મીડિયા ક્ષેત્રના અનુભવી અધ્યાપકોના માર્ગદર્શન હેઠળ વિદ્યાર્થીઓને આધુનિક મીડિયા ઉદ્યોગની જરૂરિયાતોને અનુરૂપ કૌશલ્ય વિકસાવવાની તક મળશે.
કોઈપણ વિષયમાં સ્નાતક થયેલા વિદ્યાર્થીઓ આ અભ્યાસક્રમમાં પ્રવેશ માટે પાત્ર છે. ખાસ વાત એ છે કે વર્ગો સાંજના સમયે યોજાતા હોવાથી નોકરી કરતા, સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તેમજ અન્ય ઉચ્ચ અભ્યાસ સાથે જોડાયેલા વિદ્યાર્થીઓ માટે પણ આ અભ્યાસક્રમ અનુકૂળ રહેશે.
મીડિયા ક્ષેત્રમાં રિપોર્ટર, ન્યૂઝ એન્કર, કન્ટેન્ટ રાઇટર, ડિજિટલ મીડિયા એક્ઝિક્યુટિવ, સોશિયલ મીડિયા મેનેજર, પીઆર પ્રોફેશનલ અને ફોટો જર્નાલિસ્ટ જેવી વિવિધ કારકિર્દીની તકોને ધ્યાનમાં રાખીને આ અભ્યાસક્રમ તૈયાર કરવામાં આવ્યો છે.
પ્રવેશ અને અભ્યાસક્રમ અંગે વધુ માહિતી માટે મો. 8401863229 પર સંપર્ક કરી શકાય છે અથવા પત્રકારત્વ વિભાગ,
એલ.ડી.આર.પી. કેમ્પસ, સેક્ટર-15, ગાંધીનગર ખાતે રૂબરૂ મુલાકાત લઈ શકાય છે.
સંપર્ક :
પત્રકારત્વ વિભાગ, એલ.ડી.આર.પી. કેમ્પસ, કડી સર્વ વિશ્વવિદ્યાલય, સેક્ટર-15, ગાંધીનગર
મો. : 8401863229
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]

અખિલેશ શર્મા (વરિષ્ઠ સંવાદદાતા , NDTV, દિલ્હી) यरूशलेम की नई बिसात: रणनीतिक अस्पष्टता के दौर का अंत तेज़ी से बदलती भू-राजनीतिक परिस्थितियों के बीच, 25 फरवरी, 2026 को इजरायल की संसद में प्रधानमंत्री नरेंद्र मोदी का संबोधन भारत की विदेश नीति में एक बड़ा बदलाव दिखाता है। हमास को स्पष्ट रूप से एक आतंकवादी संगठन […]
જીવનશૈલીરમેશ સવાણી (સ્વતંત્ર લેખક -વિચારક – Vadodara) આ છે પત્રકારત્વની શક્તિનો પુરાવો! જેફ્રી એપ્સ્ટેઇન (1953–2019) કોણ હતો? તે અમેરિકન અબજોપતિ/ દોષિત જાતીય ગુનેગાર હતો. તે સગીર વયની છોકરીઓનું વ્યાપક જાતીય તસ્કરી નેટવર્ક ચલાવતો હતો. તેનું કામ છોકરીઓ સપ્લાઈ કરીને બ્લેકમેઈલ કરવાનું હતું. તેને ‘પાવર બ્રોકર’ કહીને છાવરી શકાય નહીં તેવી તેની ખતરનાક મોડસ ઓપરેન્ડી હતી.જેફ્રી […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી , હિંમતનગર (M-9106814540, 9662412621(WA) પત્રકારોના કાર્યોમાં અધ્યાત્મના તેમજ માનવીય જીવનમાં શાંતિ, એકતા અને વિશ્વાસના ત્રિવેણી સંગમરૂપી જીવનદર્શન અને આત્મીય સભર પ્રેરણા કરાવતી અનોખી મીડિયા કોન્ફરન્સ આબુ સ્થિત શાંતિ થી ઉભરાતા શાંતિવન પરિસરમાં આયોજિત થઈ ગઈ હતી અને ખૂબ સફળ થઈ હતી… પ્રસ્તુત છે કેટલાક યાદગાર અંશ…. બ્રહ્માકુમારીઝ આબુરોડ ખાતે સમાજ અને દેશમાં શાંતિ,એકતા […]