પ્રજાસત્તાક દિન, 2025ના પ્રસંગે જાહેર થનારા પદ્મ પુરસ્કારો 2025 માટે આજથી ઓનલાઇન નામાંકન / ભલામણો શરૂ થઈ ગઈ છે. પદ્મ પુરસ્કારો માટે નામાંકનની છેલ્લી તારીખ 15 સપ્ટેમ્બર, 2024 છે. પદ્મ પુરસ્કાર માટેના નામાંકનો/ભલામણો રાષ્ટ્રીય પુરસ્કાર પોર્ટલ (https://awards.gov.in) પર ઓનલાઇન પ્રાપ્ત થશે..
પદ્મ વિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી નામના પદ્મ પુરસ્કારો દેશના સર્વોચ્ચ નાગરિક પુરસ્કારોમાંના એક છે. 1954માં સ્થપાયેલા આ પુરસ્કારોની જાહેરાત દર વર્ષે પ્રજાસત્તાક દિન નિમિત્તે કરવામાં આવે છે. આ પુરસ્કાર ‘વર્ક ઓફ ડિસ્ટિંક્શન’ને માન્યતા આપવાનો આશય ધરાવે છે અને કલા, સાહિત્ય અને શિક્ષણ, રમતગમત, ચિકિત્સા, સામાજિક કાર્ય, વિજ્ઞાન અને ઇજનેરી, જાહેર બાબતો, નાગરિક સેવા, વેપાર અને ઉદ્યોગ વગેરે જેવા તમામ ક્ષેત્રો/શાખાઓમાં વિશિષ્ટ અને અપવાદરૂપ સિદ્ધિઓ/સેવા માટે આપવામાં આવે છે. જાતિ, વ્યવસાય, પદ અથવા જાતિના તફાવત વિનાની તમામ વ્યક્તિઓ આ પુરસ્કારો માટે પાત્ર છે. ડૉક્ટરો અને વૈજ્ઞાનિકો સિવાય પીએસયુમાં કામ કરતા લોકો સહિત સરકારી કર્મચારીઓ પદ્મ પુરસ્કારો માટે લાયક નથી.





