જોડિયા તાલુકામાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ
*સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જય ના નારાથી ગુંજી ઊઠ્યો*
જોડિયા તાલુકામાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ *સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જય ના નારાથી ગુંજી ઊઠ્યો* જામનગર તા.૧૨ ઓગસ્ટ, સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ […]

જોડિયા તાલુકામાં કેબિનેટ મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં તિરંગા યાત્રા યોજાઇ
*સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જય ના નારાથી ગુંજી ઊઠ્યો*
જામનગર તા.૧૨ ઓગસ્ટ, સ્વાતંત્ર્ય પર્વની ઉજવણીના ભાગરૂપે સમગ્ર રાજ્યમાં સ્વતંત્રતા સપ્તાહની ઉજવણી અંતર્ગત તિરંગા યાત્રાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે રાજ્યના કૃષિ, પશુપાલન, ગૌ સંવર્ધન, મત્સ્યોદ્યોગ, ગ્રામ વિકાસ અને ગ્રામ ગૃહ નિર્માણ વિભાગના મંત્રીશ્રી રાઘવજીભાઈ પટેલની આગેવાનીમાં જામનગર જિલ્લાના જોડિયા તાલુકામાં તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યુ હતું.
જોડિયા તાલુકા કન્યા શાળાથી હુન્નર શાળા થઈ શાક માર્કેટ બાદ તાલુકા પંચાયત ખાતે યાત્રા પૂર્ણ થઈ હતી. તિરંગા યાત્રામાં શાળાની વિદ્યાર્થીનીઓના તિરંગાને અનુરૂપ પોશાક અને ફુગ્ગાઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા હતા. સમગ્ર રૂટ દેશભક્તિના ગીતો અને ભારત માતા કી જયના નારાથી ગુંજી ઊઠ્યો હતો. દેશના વીર જવાનોની શૌર્યગાથાને બિરદાવવા મંત્રીશ્રીએ તમામ લોકોને પોતાના ઘર પર રાષ્ટ્રધ્વજ ફરકાવવા અપીલ કરી હતી.
તિરંગા યાત્રામાં જિલ્લા કલેકટરશ્રી બી.કે. પંડ્યા, જિલ્લા વિકાસ અધિકારીશ્રી વિકલ્પ ભારદ્વાજ, તાલુકા પંચાયતના પ્રમુખશ્રી રસીલાબેન ચનિયારા, ધી જામનગર ડિસ્ટ્રીક્ટ કો – ઓપરેટિવ બેંકના ડાયરેક્ટરશ્રી ધરમશીભાઈ ચનીયારા, નાયબ જિલ્લા વિકાસ અધિકારીશ્રી ગઢવી, અગ્રણીશ્રીઓ, અધિકારીશ્રીઓ, શાળાના વિદ્યાર્થીઓ, પોલીસ જવાનો, આંગણવાડીના બહેનો તથા ગ્રામજનો વિશાળ સંખ્યામાં જોડાયા હતા.
ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
જીવનશૈલીડોક્ટર આશિષ ચોકસી, અમદાવાદ આજનો દિવસ – પ્રકરણ ૧૧ ૧૩/૦૯/૨૦૨૬ વાંચન સમય = પાંચ મિનિટ ૧૯૪૦ ની સાલ. પુણે માં ઇન્દિરાબાઈ નામની એક મહિલા લાંબા સમયથી બીમાર હતી. તેમના પતિ દત્તાત્રેય અત્રેએ વિચાર્યું કે પોતાની પત્ની કદાચ સંગીતથી સાજી થાય. તેઓ ઘરમાં હારમોનિયમ લાવ્યા. એક સંગીત શિક્ષકને ઇન્દિરાબાઈને સંગીત શીખવવા નક્કી કર્યા. ઇન્દિરાબાઈ તો સંગીત […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]