મુમુક્ષુ ભાવેશ ભંડારી વરસીદાન વરઘોડો હિંમતનગરમાં યાદગાર બની રહ્યો
નીરવ જોશી હિંમતનગર (M-7838880134 & 9106814540) હિંમતનગરના રહેવાસી સંઘવી ગીરીશભાઈ ભંડારીના પુત્ર ભાવેશભાઈ અને પુત્રવધુ જીનલબેન 22 4 2024 ના રોજ દીક્ષા લેવા જઈ રહ્યા છે તે માટે હિંમતનગરમાં ત્રી દિવસે દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. તેમાં શુક્રવારના રોજ ભવ્ય વર્સીદાનનો વરઘોડો વખારિયા વાસના દેરાસરથી નીકળીને વિવિધ વિસ્તારોમાં ફરતો ફરતો સાબર સોસાયટી આવ્યો હતો. રસ્તામાં […]
Nirav Joshi
પ્રકાશિત: શનિવાર, 23 માર્ચ 2024 | 5:42 PM
વાંચન સમય: 2 મિનિટ
શેર કરો:
નીરવ જોશી હિંમતનગર (M-7838880134 & 9106814540)
હિંમતનગરના રહેવાસી સંઘવી ગીરીશભાઈ ભંડારીના પુત્ર ભાવેશભાઈ અને પુત્રવધુ જીનલબેન 22 4 2024 ના રોજ દીક્ષા લેવા જઈ રહ્યા છે તે માટે હિંમતનગરમાં ત્રી દિવસે દીક્ષા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું. તેમાં શુક્રવારના રોજ ભવ્ય વર્સીદાનનો વરઘોડો વખારિયા વાસના દેરાસરથી નીકળીને વિવિધ વિસ્તારોમાં ફરતો ફરતો સાબર સોસાયટી આવ્યો હતો.
રસ્તામાં દીક્ષા લેનારા ભાવેશભાઈ અને જીનલબેને અનેક વસ્તુઓને દાન ઉછામણી રૂપે કરીને સંસાર ત્યાગનો પરિચય આપ્યો હતો.
સાબર સોસાયટીના વિરોત્સવ નગરની ભૂમિ પર ત્રણ દિવસ માં લગભગ 10,000 માણસોની સંઘ જમવાની ભક્તિ કરવામાં આવી, જેને જૈન ધર્મમાં સ્વામી વાત્સલ્ય કહેવામાં આવે છે. હિન્દુ ધર્મ માં ધાર્મિક કાર્યક્રમ પર પ્રસાદીને ભંડારો કહે છે.
આ સ્વામી વાત્સલ્ય કાર્યક્રમમાં રાત દિવસ શ્રી બગીચા જૈન યુવક મંડળના સભ્યો ખીલોનભાઈ, મયંકભાઇ, ડિકુલભાઈ રાજનભાઈ,કિશોરભાઈ , પરાગભાઈ કેયુરભાઈ, અજય ભાઈ, મનીષભાઈ દેવાંગભાઈ,દિલીપભાઈ,ભાવિકભાઈ મિતભાઈ, પાર્શ્વ ભાઈ, ધીરુભાઈ મિતલભાઇ, ગીરીશભાઈ તેમજ અન્ય સભ્યોએ ખૂબ જ મહેનત કરીને મહોત્સવમાં ચાર ચાંદ લગાવી દીધા.
સ્વામી વાત્સલ્ય પ્રસાદીનો લાભ જૈન અને જૈનેતર બંને ભાવીભક્તોએ ખૂબ આદરપૂર્વક, ભક્તિ તેમજ આભારની લાગણી સાથે ગ્રહણ કર્યો હતો.
હિંમતનગરના જૈન ઇતિહાસમાં ભવ્ય વરસીદાન નો વરઘોડો હિંમતનગર હરસિદ્ધ માતા મંદિરની સામે આવેલા પ્રાચીન મહાવીર સ્વામી જૈન દેરાસરથી નીકળ્યો… તેમાં એક હાથી, 10 ઘોડા બગી,સાજનમાજન શણગારેલા દીક્ષાર્થીઓના, બગીઓ અને લગભગ 5000 માણસ વરઘોડામાં હાજર હતું.
આ બધા લોકોએ જૈન ધર્મની દીક્ષા મહોત્સવ પૂર્વનો માહોલ જોવાનો પણ આનંદ લીધો હતો.*
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
ડોક્ટર આશિષ ચોકસી, અમદાવાદ આજનો દિવસ – પ્રકરણ ૧૧ ૧૩/૦૯/૨૦૨૬ વાંચન સમય = પાંચ મિનિટ ૧૯૪૦ ની સાલ. પુણે માં ઇન્દિરાબાઈ નામની એક મહિલા લાંબા સમયથી બીમાર હતી. તેમના પતિ દત્તાત્રેય અત્રેએ વિચાર્યું કે પોતાની પત્ની કદાચ સંગીતથી સાજી થાય. તેઓ ઘરમાં હારમોનિયમ લાવ્યા. એક સંગીત શિક્ષકને ઇન્દિરાબાઈને સંગીત શીખવવા નક્કી કર્યા. ઇન્દિરાબાઈ તો સંગીત […]
સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]
Nirav Joshi
2 સપ્ટેમ્બર 20264 મિનિટ
ઐતિહાસિક ખેડબ્રહ્મા-અસારવા નવી ટ્રેન સેવાનો વિધિવત પ્રારંભ