
વધુમાં તેમને ઉમેર્યું હતું કે સુગમ્ય ભારત અભિયાન અંતર્ગત વિકલાંગ વ્યક્તિઓના સામાજિક-આર્થિક પરિવર્તન પ્રત્યે મજબૂત પ્રતિબદ્ધતા સાથે, ભારત સરકાર સાર્વત્રિક સુલભતા માટે મોટા પાયે જાગૃતિ લાવવાના પ્રયાસો કરી રહી છે.સુલભ ભૌતિક વાતાવરણ, પરિવહન, માહિતી અને સંચાર ઇકોસિસ્ટમ વિકસાવવા માટે કામગીરી કરવામાં આવી રહી છે.
આ કાર્યક્રમમાં સાંસદશ્રી દિપસિંહ રાઠોડ,રાજ્યસભા સાંસદશ્રી રમીલાબેન બારા અને જિલ્લા કલેક્ટરશ્રી નૈમેષ દવેએ પ્રાસંગિક ઉદબોદન કર્યું હતું. અને હાજર રહેલા દિવ્યાંગજનોનો ઉત્સાહ વધાર્યો હતો.
આ કેમ્પ આગામી 30 નવેમ્બર સુધી જિલ્લાના કુલ ૬ તાલુકાના વિવિધ સ્થળોએ વિતરણ કાર્યક્રમ યોજાશે. સમગ્ર જિલ્લાના ૩૦૪૭ લાભાર્થીઓને કુલ રૂ.૩.૪૭ કરોડની કીટોનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે હિંમતનગર ખાતે યોજાયેલા કાર્યક્રમમાં કુલ ૧૨૧૫ લાભાર્થીઓને રૂ.૧.૨૮ કરોડના રર પ્રકાર વિવિધ સાધનોનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ વિતરણ કાર્યક્રમ દરમિયાન જિલ્લા વહીવટી તંત્ર સાબરકાંઠા અને જી.એમ.ઇ.આર.એસ હોસ્પીટલ દ્વારા જે દિવ્યાંગજનો પાસે દિવ્યાંગતા અંગેનું ડૉક્ટરી પ્રમાણપત્ર નથી તેમને સ્થળ પર પ્રમાણપત્ર મળી રહે તેવું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કેમ્પમાં દિવ્યાંગજનોની શારીરિક દિવ્યાંગતામાં મદદરૂપ થઈ શકે તે અર્થે ટ્રાઇસીકલ, વ્હિલચેર,કાખઘોડી, કાનનું મશીન,બ્લાઇન્ડ ફોલ્ડિંગ સ્ટીક, એમ.એસ.આઇ.ડી.કીટ, કૃત્રિમ અંગો, કેલીપર્સ,ઇલેક્ટ્રીક મોટર સાઇકલ,મોબાઇલ ફોન વગેરે વિવિધ 22 પ્રકારના સાધન નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતુ.
આ કેમ્પમાં નગરપાલિકા પ્રમુખશ્રી વિમલભાઇ ઉપાધ્યાય, હિંમતનગર ધારાસભ્યશ્રી વી. ડી ઝાલા, અગ્રણી કુ. કૌશલ્ય કુંવરબા, અગ્રણી કનુભાઈ પટેલ, તાલુકા પંચાયત પ્રમુખશ્રી ભુમિકાબેન પટેલ ચૌધરી, પ્રાંત અધિકારીશ્રી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રી મહેશભાઈ પટેલ, વિવિધ અમલીકરણ અધિકારીશ્રીઓ તેમજ મોટી સંખ્યામાં દિવ્યાંગજનો ઉપસ્થિત રહ્યા હતા.