નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
G20-ONE EARTH,ONE HEALTH’
‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’, ‘હર ઘરના આંગણે યોગ’
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) G20-ONE EARTH,ONE HEALTH’ ‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’, ‘હર ઘરના આંગણે યોગ’ * હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૯ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી* વિશાળ સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી યોગ કર્યા – *યોગ ભારતની પ્રાચીન વિરાસત છે, જેને આજે વૈશ્વિક સ્થાન મળ્યું છે. – મંત્રી શ્રી […]

નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
G20-ONE EARTH,ONE HEALTH’
‘વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ’, ‘હર ઘરના આંગણે યોગ’
* હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે ૯ મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લા કક્ષાની ઉજવણી*
વિશાળ સંખ્યામાં લોકોએ ઉપસ્થિત રહી યોગ કર્યા
–
*યોગ ભારતની પ્રાચીન વિરાસત છે, જેને આજે વૈશ્વિક સ્થાન મળ્યું છે.
– મંત્રી શ્રી ભીખુસિંહ પરમાર*
મહેતાપુરા ના ત્રિવેણી હાઈસ્કૂલના ધોરણ નવ થી 11 ના બાળકો. આજે અઢીસો જેટલા બાળકો એ ઉત્સાહભેર તેમની હાઈસ્કૂલ માંથી ભાગ લીધો હતો બધી શાળામાં સૌથી વધારે બાળકો ત્રિવેણી હાઈસ્કૂલના નોંધાયા. આ શાળાના કુલ ચાર શિક્ષકો દીપકભાઈ પટેલ, રાજુભાઈ પટેલ,કિંજલબેન, હીનાબેન અને આશાબેન પણ સહયોગી શિક્ષકો તરીકે હાજર રહીને બાળકોને પોલીસ ગ્રાઉન્ડ પર યોગ માટે પ્રોત્સાહિત કર્યા હતા. આ ઉપરાંત માયોન હાઇસ્કુલ, તપોવન સ્કૂલ, ગ્રો મોર હાઇસ્કુલ, હિંમત હાઇસ્કુલ તેમજ બીજી અન્ય શાળાઓના બાળકો અને સરકારી વિભાગોમાં ફરજ બજાવતા કર્મચારીઓએ પણ યોગ દિવસ પર યોગ કરી અને પોતાના સ્વાસ્થ્યના ઉત્તમ વિકાસ માટે સંકલ્પ કર્યો હતો.


સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી શ્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં વહેલી સવારે ૯મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની જિલ્લાકક્ષાની ઉજવણીની કરવામાં આવી હતી. જેમાં વિશાળ સંખ્યામાં નાગરિકો જોડાયા હતા અને યોગ કર્યા હતા.

ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિમંત્રીશ્રીએ આ પ્રસંગે જણાવ્યું હતું કે, યોગ એ ભારતની પુરાતન સંસ્કૃતિ એ વિશ્વને આપેલી અણમોલ ભેટ છે. યોગ એ ઋષિમુનિઓની પરંપરા છે. જેને આજે સમગ્ર વિશ્વએ સ્વીકારી છે. યોગ એટલે જોડવુ, યોગ શરીર, મન અને આત્માને જોડે છે. અષ્ટાંગ યોગ એ આપણી પ્રાચીન વિરાસત છે.

તેમણે વધુ ઉમેરતાં કહ્યું હતું કે વડાપ્રધાનશ્રીએ સંયુક્ત રાષ્ટ્રસંઘમાં યોગ દિવસની ઉજવણી માટે મુકેલા પ્રસ્તાવને સમગ્ર વિશ્વએ સ્વિકારી પ્રતિ વર્ષ ૨૧મી જૂનનાં રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવાની સ્વીકૃતિ આપી હતી. ભારતીય સંસ્કૃતિની આ પરંપરાના ફાયદા સ્વીકારીને સમગ્ર વિશ્વ ૨૧ મી જૂનના રોજ યોગમય બને છે. ચાલુ વર્ષે રાજ્યમાં આંતરરાષ્ટ્રીય યોગ દિવસ G-20 ની One Earth, One Health ની થીમને ધ્યાનમાં રાખતા આ વર્ષે “એક પૃથ્વી એક સ્વાસ્થ્ય” ના નારા સાથે “વસુધૈવ કુટુમ્બકમ માટે યોગ” અને “હર ઘરના આંગણે યોગ” ની થીમ સાથે ઉજવણી કરવામાં આવી છે.

આ અવસરે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદી યુનાઈટેડ નેશન્સથી વીડિયો સંદેશ દ્વારાથી જોડાયા હતા. તેમજ મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સુરત ખાતેથી જીવંત પ્રસારણ દ્વારા જોડાયા હતા.
આ કાર્યક્રમમાં હિંમતનગર ધારાસભ્ય શ્રી વી ડી ઝાલા, , કલેક્ટરશ્રી નૈમેશ દવે, જિલ્લા વિકાસ અધિકારીશ્રી હર્ષદ વોરા, જિલ્લા પોલીસ વડા શ્રી વિશાલ વાઘેલા, નિવાસી અધિક કલેકટર શ્રીબ્રહ્મભટ્ટ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદીમહિલા અગ્રણી કૌશલ્યા કુંવરબા, શહેર અગ્રણી શ્રી જે ડી પટેલ, સિદ્ધાર્થ પટેલ, અધિકારીશ્રીઓ, યોગ સાધકો તેમજ બહોળી સંખ્યામાં યોગપ્રેમી જનતા વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી , હિંમતનગર (M-9106814540) 🏆 29મા એવોર્ડથી સન્માનિત – અરવલ્લી જિલ્લાનું વધુ એક ગૌરવ 🏆 અરવલ્લી જિલ્લાના મોડાસા હાઈસ્કૂલ ખાતે ફ્રેન્ડ્સ ઑફ અરવલ્લી ગ્રુપ – શ્રી જમુભાઈ ભટ્ટ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનકડા ગામ વાસજીપુરાના પ્રગતિશીલ ખેડૂત તથા અરવલ્લી જિલ્લાના હજારો ખેડૂતોના લોકપ્રિય માર્ગદર્શક શ્રી Bhavesh k patelને […]