નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) વર્ષોથી બિહારમાં ઉજવાતો છઠ પૂજા એટલે કે સૂર્ય ઉપાસના નો પરંપરા નો તહેવાર હિંમતનગરમાં પણ હવે અહીંયા સ્થાયી થયેલા બિહારીઓ વડે ઉજવવા લાગ્યો છે. છેલ્લા 22 વર્ષોથી હિંમતનગરમાં સ્થાયી થયેલા બિહારી સમાજના સભ્યો શ્રદ્ધાથી ત્રણ દિવસનો સૂર્ય ઉપાસના નો ઉત્સવ એટલે કે છઠપૂજા— લાભ પાચમ ના સાંજથી ખૂબ ધામધૂમથી અને ઉત્સવની […]
Nirav Joshi
પ્રકાશિત: બુધવાર, 2 નવેમ્બર 2022 | 9:14 PM
વાંચન સમય: 2 મિનિટ
શેર કરો:
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
વર્ષોથી બિહારમાં ઉજવાતો છઠ પૂજા એટલે કે સૂર્ય ઉપાસના નો પરંપરા નો તહેવાર હિંમતનગરમાં પણ હવે અહીંયા સ્થાયી થયેલા બિહારીઓ વડે ઉજવવા લાગ્યો છે. છેલ્લા 22 વર્ષોથી હિંમતનગરમાં સ્થાયી થયેલા બિહારી સમાજના સભ્યો શ્રદ્ધાથી ત્રણ દિવસનો સૂર્ય ઉપાસના નો ઉત્સવ એટલે કે છઠપૂજા— લાભ પાચમ ના સાંજથી ખૂબ ધામધૂમથી અને ઉત્સવની શુદ્ધિ ,સુચિતા અને દિવ્યતા પ્રમાણે ઉજવે છે.
30 અને 31 ઓક્ટોબરના રોજ બિહારના હિંમતનગરમાં વસતા લોકોએ ભગવાન સૂર્યનારાયણની ઉપાસના કરીને છઠપૂજા પર્વની ખૂબ જ યાદગાર રીતે ઉજવણી કરી હતી ઉલ્લેખનીય છે કે મહાવીર નગરના રેલવેના પાટા પાસે અમરનાથ સોસાયટી આવેલી છે જેમાં આશરે 20 થી 25 બિહારી પરિવારના સભ્યો સ્થાયી થયા છે દર વર્ષે તેઓ શ્રદ્ધાપૂર્વક સૂર્ય નારાયણના મહાન પર્વ છઠની શ્રદ્ધાપૂર્વક ઉજવણી કરે છે. આ વર્ષે પણ આ પર્વ ખૂબ જ આનંદથી ઉજવાયું હતું.
હિંમતનગર પાસે આવેલ મહાવીર નગર વિસ્તારમાં અમરનાથ સોસાયટીમાં દર વર્ષે છઠપૂજા નો તહેવાર ઉજવાય છે. આ ઉપરાંત હાથમથી નદી કિનારે પણ કેટલાક બિહારી પરિવારો ભેગા થઈને મહેતાપુરા વિસ્તારમાં છઠપૂજા ઉજવે છે. છઠ પૂજાના રોજ છઠ્ઠી મૈયાની ઉપાસના કરવામાં આવે છે..
પોતાના જીવનમાં આધી ,વ્યાધિ, ઉપાધિ રહિત જીવન થાય અને આરોગ્ય તેમજ બુદ્ધિ અને જ્ઞાનનું અનંત ઘણું આશીર્વાદ આપનાર કે વર્ધન કરનાર સૂર્યને આહવાન કરીને દરેક વ્રતી ભાઈ- બહેનો સૂર્યને ઉપાસના કરે છે.
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]
નીરવ જોશી , હિંમતનગર (M-9106814540) 🏆 29મા એવોર્ડથી સન્માનિત – અરવલ્લી જિલ્લાનું વધુ એક ગૌરવ 🏆 અરવલ્લી જિલ્લાના મોડાસા હાઈસ્કૂલ ખાતે ફ્રેન્ડ્સ ઑફ અરવલ્લી ગ્રુપ – શ્રી જમુભાઈ ભટ્ટ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનકડા ગામ વાસજીપુરાના પ્રગતિશીલ ખેડૂત તથા અરવલ્લી જિલ્લાના હજારો ખેડૂતોના લોકપ્રિય માર્ગદર્શક શ્રી Bhavesh k patelને […]
Nirav Joshi
13 જુલાઈ 20261 મિનિટ
ઐતિહાસિક ખેડબ્રહ્મા-અસારવા નવી ટ્રેન સેવાનો વિધિવત પ્રારંભ