નીરવ જોષી, હિંમતનગર
સાબરની સૌમ્ય ધરા પર આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું આગમન
નીરવ જોષી, હિંમતનગર સાબરની સૌમ્ય ધરા પર આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું આગમન મુખ્યમંત્રીશ્રીના હસ્તે જિલ્લાના પાણી પુરવઠા હસ્તકની રૂ. ૫૩૬.૭૮ કરોડની વિવિધ જૂથ યોજનાઓનું લોકાપર્ણ તથા ખાતમુહૂર્ત કરાશે. જિલ્લામાં રૂ. ૧૩૬.૪૩ કરોડના લોકાપર્ણ અને રૂ. ૪૦૦ કરોડના ખાતમુહૂર્તના કાર્યોથી બે શહેર અને ૪૧૯ ગામોને યોજના હેઠળ આવરી લેવાશે સાબરકાંઠા જિલ્લામાં આજે મુખ્યમંત્રી શ્રી […]

નીરવ જોષી, હિંમતનગર
સાબરની સૌમ્ય ધરા પર આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલનું આગમન
મુખ્યમંત્રીશ્રીના હસ્તે જિલ્લાના પાણી પુરવઠા હસ્તકની રૂ. ૫૩૬.૭૮ કરોડની વિવિધ જૂથ યોજનાઓનું લોકાપર્ણ તથા ખાતમુહૂર્ત કરાશે.
જિલ્લામાં રૂ. ૧૩૬.૪૩ કરોડના લોકાપર્ણ અને રૂ. ૪૦૦ કરોડના ખાતમુહૂર્તના કાર્યોથી બે શહેર અને ૪૧૯ ગામોને યોજના હેઠળ આવરી લેવાશે
સાબરકાંઠા જિલ્લામાં આજે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વરદ હસ્તે પાણી પુરવઠા હસ્તકની રૂ ૫૩૬.૭૮ કરોડની વિવિધ જૂથ પાણી પુરવઠાની યોજનાઓનું લોકાપર્ણ તથા ખાતમુહૂર્ત કરવામાં આવશે.

આજે તા. ૦૪ જૂન ૨૦૨૨, શનિવારને સવારે ૧૧-૦૦ કલાકે ખેડબ્રહ્માની આર્ડેક્તા કોલેજ ખાતે મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની ઉપસ્થિતિમાં સાબરકાંઠા જિલ્લામાં પાણી પુરવઠા હસ્તકની રૂ. ૧૩૬.૪૩ કરોડના ખર્ચે પૂર્ણ કરાયેલી યોજનાઓનું લોકાપર્ણ જયારે રૂ. ૪૦૦ કરોડના ખર્ચે નવી આકાર પામાનાર વિવિધ જૂથ યોજનાઓનું ખાતમુહૂર્ત કરવામાં આવશે.

પાણી પુરવઠાની મહત્વાકાંક્ષી યોજનાઓના લોકાપર્ણ વેળાએ સમારંભના મુખ્ય મહેમાન તરીકે પાણી પુરવઠા અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઇ પટેલ, નર્મદા જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્ય મંત્રી શ્રી જીતુભાઇ ચૌધરી, અન્ન નાગરીક પુરવઠા રાજ્ય મંત્રી શ્રી ગજેન્દ્રસિંહ પરમાર, જિલ્લા પ્રભારી અને ઉચ્ચ તાંત્રિક અને વૈધાનિક અને સંસદીય રાજ્ય મંત્રી શ્રી કુબેરભાઇ ડિંડોર ઉપસ્થિત રહેશે.
જયારે અતિથિ વિશેષ તરીકે સાસંદ શ્રી દિપસિંહ રાઠોડ, રાજયસભાના સાસંદ શ્રીમતી રમીલાબેન બારા, જિલ્લા પંચાયના પ્રમુખ શ્રી ધીરજભાઇ પટેલ, ધારાસભ્ય સર્વ શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, હિતુ કનોડીયા તથા જીયુડીસીના ડિરેક્ટર શ્રી જે.ડી. પટેલ ઉપસ્થિત રહેશે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલના વિકાસકાર્યોના લોકાપર્ણ-ખાતમુહૂર્ત કાર્યક્રમ બાદ જિલ્લાના અધિકારીઓ સાથે બેઠક કરી વિકાસકાર્યોની સમીક્ષા કરશે.
ઉલ્લેખનીય છે કે ધરોઇ વણજ ડેમ તથા નર્મદા મુખ્ય નહેર આધારીત આ મહત્વની યોજનાથી હિંમતનગર અને તલોદ શહેર તથા ખેડબ્રહ્મા, વિજયનગર, પોશીના અને પ્રાંતિજના ૪૧૯ ગામોના ૧૭.૧૫ લાખ લોકોને પીવાના પાણીનો લાભ મળશે.
ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી , હિંમતનગર (M-9106814540) 🏆 29મા એવોર્ડથી સન્માનિત – અરવલ્લી જિલ્લાનું વધુ એક ગૌરવ 🏆 અરવલ્લી જિલ્લાના મોડાસા હાઈસ્કૂલ ખાતે ફ્રેન્ડ્સ ઑફ અરવલ્લી ગ્રુપ – શ્રી જમુભાઈ ભટ્ટ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનકડા ગામ વાસજીપુરાના પ્રગતિશીલ ખેડૂત તથા અરવલ્લી જિલ્લાના હજારો ખેડૂતોના લોકપ્રિય માર્ગદર્શક શ્રી Bhavesh k patelને […]