સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા વહિવટીતંત્ર સજ્જ
જિલ્લાની ૩૨૩ પંચાયતોની ચૂંટણીમાં ૫.૨૦ લાખથી વધુ મતદારો
સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા વહિવટીતંત્ર સજ્જ જિલ્લાની ૩૨૩ પંચાયતોની ચૂંટણીમાં ૫.૨૦ લાખથી વધુ મતદારો ૩૫૧૯ પોલીંગ સ્ટાફ અને ૧૪૫૫ પોલીસ સ્ટાફ ચૂંટણીમાં ફરજ બજાવશે. ગુજરાતના રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણી ડિસેમ્બર-૨૦૨૧નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. જે મુજબ સાબરકાંઠા જીલ્લાની કુલ ૩૨૩ ગ્રામ પંચાયતો પર ચૂંટણી યોજાનાર […]

સાબરકાંઠા જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણી મુક્ત અને ન્યાયી વાતાવરણમાં યોજવા વહિવટીતંત્ર સજ્જ
જિલ્લાની ૩૨૩ પંચાયતોની ચૂંટણીમાં ૫.૨૦ લાખથી વધુ મતદારો
૩૫૧૯ પોલીંગ સ્ટાફ અને ૧૪૫૫ પોલીસ સ્ટાફ ચૂંટણીમાં ફરજ બજાવશે.
ગુજરાતના રાજ્ય ચૂંટણી આયોગ દ્વારા ગ્રામ પંચાયત ચૂંટણી ડિસેમ્બર-૨૦૨૧નો ચૂંટણી કાર્યક્રમ જાહેર થયેલ છે. જે મુજબ સાબરકાંઠા જીલ્લાની કુલ ૩૨૩ ગ્રામ પંચાયતો પર ચૂંટણી યોજાનાર છે. અને તે ગ્રામ પંચાયત ચૂંટણીનું મતદાન તા.૧૯ ડિસેમ્બર ૨૦૨૧ ના રોજ સવારના ૦૭.૦૦ વાગ્યાથી સાંજના ૦૬.૦૦ કલાક સુધી યોજાનાર છે. તેમજ ૨૧ ડિસેમ્બર ૨૦૨૧ના રોજ મતગણતરી હાથ ધરાશે.
સમગ્ર ચૂંટણી પ્રક્રિયા જરૂરી શાંતિમય વાતાવરણમાં યોજાય તે માટે જિલ્લા વહિવટીતંત્ર સજ્જ બની કાર્યવાહી હાથ ધરી છે.
જે અંગે માહિતી આપતા જીલ્લા કલેકટર શ્રી હિતેષ કોયાએ જણાવ્યું હતું કે, જિલ્લાની ૩૨૩ ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજાશે.જેમાં ૨૬૫ સરપંચની બેઠક અને ૨૩૧૦ વોર્ડના સભ્યોની બેઠકનો સમાવિષ્ટ થાય છે. ગ્રામ પંચાયતની ચૂંટણીમાં ૨,૬૭, ૪૫૫ પુરૂષ, ૨,૫૩,૩૧૧ મહિલા તેમજ બે અન્ય મતદાર મળી કુલ ૫,૨૦,૭૬૮ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. જેના માટે ૭૭ ચૂંટણી અધિકારી અને ૭૭ મદદનીશ ચૂંટણી અધિકારીની નિમણૂંક કરાઇ છે.
તાલુકાવાર વિગત જોઇએ તો હિંમતનગર અને ઇડરમાં ૮૨-૮૨, પ્રાંતિજ અને તલોદમાં ૩૮-૩૮ ગ્રામ પંચાયતોની જયારે વડાલીમાં ૩૨, ખેડબ્રહ્મામાં ૧૯, પોશીનામાં ૮ અને વિજયનગરમાં ૨૪ પંચાયતોની ચૂંટણી યોજાશે.
| તાલુકો | પંચાયતની સંખ્યા | મતદાન મથકો | મતદાન પ્રક્રિયા સ્ટાફ | પોલીસ સ્ટાફ | પુરૂષ મતદાર | સ્ત્રી મતદાર | કુલ મતદાર |
| હિંમતનગર | ૮૨ | ૨૦૦ | ૫૫૩ | ૨૧૦ | ૭૨૦૫૯ | ૬૮૩૧૫ | ૧૪૦૩૭૪ |
| ઇડર | ૮૨ | ૧૮૮ | ૧૧૦૧ | ૩૭૪ | ૭૩૭૦૪ | ૭૦૪૨૭ | ૧૪૪૧૩૧ |
| વડાલી | ૩૨ | ૫૪ | ૨૯૯ | ૧૦૮ | ૧૮૮૮૦ | ૧૭૮૧૧ | ૩૬૬૯૨ |
| ખેડબ્રહ્મા | ૧૯ | ૪૩ | ૨૫૦ | ૯૭ | ૧૭૦૦૨ | ૧૫૯૫૯ | ૩૨૯૬૧ |
| પોશીના | ૮ | ૩૭ | ૨૧૮ | ૧૭૦ | ૧૭૦૭૩ | ૧૫૪૬૯ | ૩૨૫૪૨ |
| પ્રાંતિજ | ૩૮ | ૭૧ | ૩૫૫ | ૧૪૨ | ૨૩૪૬૨ | ૨૧૭૨૭ | ૪૫૧૮૯ |
| તલોદ | ૩૮ | ૬૫ | ૩૫૮ | ૧૯૭ | ૨૧૦૯૫ | ૧૯૩૦૫ | ૪૦૪૦૧ |
| વિજયનગર | ૨૪ | ૬૫ | ૩૮૫ | ૧૫૭ | ૨૪૧૮૦ | ૨૪૨૯૮ | ૪૮૪૭૮ |
નગરોની ખબરરમેશ સવાણી (વડોદરા , ભૂતપૂર્વ આઈજીપી-IGP, Gujarat Police) બળાત્કારીઓના સન્માન બાદ ભ્રષ્ટાચારીઓનું સન્માન! ક્લાસ-1/2ની પરીક્ષા આપવા માટે યુવાનો રાત-દિવસ એક કરે છે. કોચિંગ લે છે. મોટિવેશનલ સેમિનાર એટેન્ડ કરે છે. ઓરલ ઈન્ટરવ્યૂમાં સમાજસેવાની/ દેશભક્તિની ઊંચી ઊંચી વાતો કરે છે. પરંતુ સિલેક્શન થતાં, હોદ્દા પર આવતાં જ એકાએક તેમના ચરિત્રમાં સમૂળગું પરિવર્તન આવી જાય છે. ભ્રષ્ટાચાર […]
દિવસ વિશેષરમેશ સવાણી , વડોદરા (સંકલન : નિરવ જોશી, M-7838880134) એક જબરજસ્ત આંદોલન ગોદી મીડિયા સામે જરુરી છે! News24માંથી રાજીનામું આપનાર વરિષ્ઠ પત્રકાર ગરિમા સિંહે લગભગ 27 દિવસ પછી સોશિયલ મીડિયા પર લાઇવ થઈને પોતાના રાજીનામા અને પત્રકારત્વ વિશે ખુલ્લેઆમ વાત કરી. તેઓ લગભગ ત્રણ વર્ષથી સિનિયર એક્ઝિક્યુટિવ એડિટર તરીકે કામ કરતા હતા અને પ્રાઇમ-ટાઇમ શો […]
ગ્રામિણ સંસ્કૃતિમજાનું અને વિચારપ્રેરક નાટક ‘બારમાનું બખડજંતર’ સંજય સ્વાતિ ભાવે પ્રેક્ષકોને પૂરો સમય અત્યારના સમય સાથે જોડી રાખતું,તેમના રસને સતત જાળવી રાખતું બે અંકનું વિચારપ્રેરક મજાનું નાટક ‘બારમાનું બખડજંતર’ ગઈકાલે 22 મેએ જોવા મળ્યું.તેનાં લેખિકા અને નિર્માત્રી લતા શાહ અને દિગ્દર્શક જીગર બુંદેલા. મધ્યમવર્ગના એક પરિવારની દીકરી બારમા ધોરણની બોર્ડની પરીક્ષા વિજ્ઞાનના વિષયો સાથે આપે છે. […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-9106814540) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ-થરાદથી ₹891 કરોડના રેલવે પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ: ખેડબ્રહ્મા-અસારવા નવી ટ્રેન સેવાનો વિધિવત પ્રારંભ ઉત્તર ગુજરાતના વિકાસને મળી નવી ગતિ: ખેડબ્રહ્મા-હિંમતનગર બ્રોડગેજ લાઈન પર પ્રથમ ટ્રેનનું વડાપ્રધાન દ્વારા વર્ચુઅલ ઈ-પ્રસ્થાન રેલવેના આધુનિકીકરણથી આદિજાતિ વિસ્તારોમાં વેપાર અને પર્યટનને વેગ મળશે: સ્થાનિકોમાં ખુશીનો માહોલ *આ સમગ્ર વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસના […]