નિરવ જોષી, હિંમતનગર (M-7838880134)
સાબરકાંઠા જિલ્લામાં સુરક્ષા જવાન ,સુરક્ષા સુપરવાઈજર અને સુરક્ષા અધિકારી તરીકે જોડાવાની અમૂલ્ય તક
નિરવ જોષી, હિંમતનગર (M-7838880134) સાબરકાંઠા જિલ્લામાં સુરક્ષા જવાન ,સુરક્ષા સુપરવાઈજર અને સુરક્ષા અધિકારી તરીકે જોડાવાની અમૂલ્ય તક ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરીટી એન્ડ ઇટેલિજેન્સ સર્વિસ ઈન્ડિયા લી.ના સહયોગથી જિલ્લામાં સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇજર અને સુરક્ષા અધિકારીની ભરતીનુ આયોજન કરવામાં આવેલ છે. શિબીર તા. 23–07–2022 તાલુકા પંચાયત વડાલી,24-07-2022 તાલુકા પંચાયત ખેડબ્રમા, 25-07-2022 તાલુકા […]

નિરવ જોષી, હિંમતનગર (M-7838880134)
સાબરકાંઠા જિલ્લામાં સુરક્ષા જવાન ,સુરક્ષા સુપરવાઈજર અને સુરક્ષા અધિકારી તરીકે જોડાવાની અમૂલ્ય તક
ભારતીય સુરક્ષા કાર્યદક્ષતા નવી દિલ્હી અને સિક્યોરીટી એન્ડ ઇટેલિજેન્સ સર્વિસ ઈન્ડિયા લી.ના સહયોગથી જિલ્લામાં સુરક્ષા જવાન, સુરક્ષા સુપરવાઇજર અને સુરક્ષા અધિકારીની ભરતીનુ આયોજન કરવામાં આવેલ છે.
શિબીર તા. 23–07–2022 તાલુકા પંચાયત વડાલી,24-07-2022 તાલુકા પંચાયત ખેડબ્રમા, 25-07-2022 તાલુકા પંચાયત પોશીના, 26-07-2022, તાલુકા પંચાયત વિજયનગર, 27-07-2022 તાલુકા પંચાયત ઇડર, 27-07-2022 તાલુકા પંચાયત તલોદ, 28-07-2022 તાલુકા પંચાયત પ્રાંતિજ, 28-07-2022 તાલુકા પંચાયત હિંમતનગર ના રોજ આયોજન કરેલ છે. આ શિબીરનો સમયગાળો સવારે 10 કલાક થી બપોરના 03:00 કલાક સુધી રહેશે. આ શિબીરમાં 10 પાસ/ નપાસ, ગ્રેજ્યુએટ તેમજ NCC, MBA શૈક્ષણિક લાયકાત ધરાવનાર ઉમેદવારો ભાગ લઇ શકશે. ઉમેદવારની ઉમર 21 થી 36 વર્ષ, ઊચાઇ 168 સે.મી, વજન 56 કિ.લો, છાતી 80 થી 85 અને શારીરિક તંદુરસ્તી હોવી જરૂરી છે. ઇચ્છુક ઉમેદવારે પાસપોર્ટ સાઈજ ના બે ફોટા,આધારકાર્ડ તેમજ પોતાના ડોકયુમેન્ટની ઝેરોક્ષ લઈને હાજર રહેવું. પાસ થનાર ઉમેદવારે ભરતી સ્થળે રજીસ્ટ્રેશન કરવાનું રહેશે. પાસ થયેલ ઉમેદવારને ( રીજનલ ટ્રેનીગ સેન્ટર માણસા (ગાંધીનગરમાં ટ્રેનિંગ આપીને સિક્યુરિટી એન્ડ ઇન્ટેલિજન્સ સર્વિસ ઈન્ડિયા લી.ગુજરાતમાં 65 વર્ષ સુધી કાયમી નિયુક્ત મળશે. ભારત સરકાર, રાજ્ય સરકાર અને પુરાતત્વ, બંદરગા, એરપોર્ટ,મલ્ટીનેશનલ ઔધ્યોગિકક્ષેત્ર,બૅન્કો વગેરે જગ્યાઓ ઉપર નોકરી આપવામાં આવશે. સુરક્ષા જવાનની સેલરી રૂ 14,000/- થી15000/- સુરક્ષા સુપરવાઈજર માટે રૂ 15,000/- થી 18,000/ – અને સુરક્ષા અધિકારી 25,000/- રહેશે.અન્ય સુવિધા માટે દર વર્ષે પગારમાં વધારો, પ્રોમોશન, પી. એફ., ઇ. એસ. આઈ., ગ્રેસ્યુઈટી , મેડિકલ સુવિધા, બોનસ, પેન્શન સુવિધા આપવામાં આવશે.
ઇછુક ઉમેદવારે ઉપર દર્શાવેલ તારીખે ભરતી સ્થળે સમય પર હાજર રહેવું.
કોરોના મહામારીમાં દરેક ઉમેદવારોએ સોશિયલ ડિસ્ટન્સ
રાખવું તથા માસ્ક પહેરવું ફરજિયાત છે. એમ રિજનલ ટ્રેનિંગ સેન્ટર માણસાની અખબારી યાદીમાં જણાવાયું છે.
ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
જીવનશૈલીડોક્ટર આશિષ ચોકસી, અમદાવાદ આજનો દિવસ – પ્રકરણ ૧૧ ૧૩/૦૯/૨૦૨૬ વાંચન સમય = પાંચ મિનિટ ૧૯૪૦ ની સાલ. પુણે માં ઇન્દિરાબાઈ નામની એક મહિલા લાંબા સમયથી બીમાર હતી. તેમના પતિ દત્તાત્રેય અત્રેએ વિચાર્યું કે પોતાની પત્ની કદાચ સંગીતથી સાજી થાય. તેઓ ઘરમાં હારમોનિયમ લાવ્યા. એક સંગીત શિક્ષકને ઇન્દિરાબાઈને સંગીત શીખવવા નક્કી કર્યા. ઇન્દિરાબાઈ તો સંગીત […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]