avs પોસ્ટ બ્યુરો, દિલ્હી
પ્રધાનમંત્રીની ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજીએ સામાન્ય જનતાને રાષ્ટ્રીય ગૌરવની યાદોને પોતાની સાથે રાખવાની તક આપી- પ્રહલાદ સિંહ પટેલ
avs પોસ્ટ બ્યુરો, દિલ્હી પ્રધાનમંત્રીની ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજીએ સામાન્ય જનતાને રાષ્ટ્રીય ગૌરવની યાદોને પોતાની સાથે રાખવાની તક આપી- પ્રહલાદ સિંહ પટેલ કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રાપ્ત રાષ્ટ્રીય ગૌરવને લગતી ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજી માટે નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટમાં ચાલી રહેલા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ […]

avs પોસ્ટ બ્યુરો, દિલ્હી
પ્રધાનમંત્રીની ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજીએ સામાન્ય જનતાને રાષ્ટ્રીય ગૌરવની યાદોને પોતાની સાથે રાખવાની તક આપી- પ્રહલાદ સિંહ પટેલ

કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રી પ્રહલાદ સિંહ પટેલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રાપ્ત રાષ્ટ્રીય ગૌરવને લગતી ભેટો અને સ્મૃતિચિત્રોની ઈ-હરાજી માટે નેશનલ ગેલેરી ઓફ મોર્ડન આર્ટમાં ચાલી રહેલા પ્રદર્શનની મુલાકાત લીધી હતી. આ હરાજીમાંથી મળેલી રકમ નમામી ગંગે મિશનને સમર્પિત કરવામાં આવશે.
આ ઇ-હરાજી 17 સપ્ટેમ્બરથી 7 ઓક્ટોબર 2021 સુધી વેબ પોર્ટલ www.pmmementos.gov.in દ્વારા કરવામાં આવી છે. જેમાં 1348 ભેટો અને સ્મૃતિચિહ્નોનો સમાવેશ કરવામાં આવ્યો છે. સ્મૃતિચિહનમાં ટોક્યો 2020 પેરાલિમ્પિક ગેમ્સ અને ટોક્યો 2020 ઓલિમ્પિક ગેમ્સના વિજેતાઓ દ્વારા માનનીય પ્રધાનમંત્રીને ભેટ આપેલા સાધનોનો પણ સમાવેશ થાય છે.
શ્રી નરેન્દ્ર મોદી ભારતના પ્રથમ વડાપ્રધાન છે જેમણે “નમામી ગંગે” દ્વારા માતા ગંગાના રક્ષણ માટે મળેલી તમામ ભેટોની હરાજી કરવાનો નિર્ણય કર્યો છે.

શ્રી પટેલે કહ્યું કે ઈ-ઓક્શન સામાન્ય જનતાને માનનીય પ્રધાનમંત્રીને ભેટમાં આપેલી યાદગાર યાદોને રાખવાની તક પૂરી પાડે છે અને ગંગા નદીના સંરક્ષણમાં પણ યોગદાન આપશે. તેમણે આ ઉમદા પહેલ માટે માનનીય પ્રધાનમંત્રીનો આભાર વ્યક્ત કર્યો.

શ્રી પટેલે ટોક્યો ઓલિમ્પિકમાં ગોલ્ડ જીતનાર નીરજ ચોપરાની બરછી જોઈ હતી, જેની બેઝ પ્રાઈસ રૂપિયા 1 કરોડ રાખવામાં આવી છે. ઓલમ્પિકમાં વિજય ધ્વજ ફરકાવનાર પીવી સિંધુનું રેકેટ, જેની આધાર કિંમત 80 લાખ રાખવામાં આવી છે. અન્ય રસપ્રદ કલાકૃતિઓમાં અયોધ્યા રામ મંદિર, ચારધામ, રુદ્રાક્ષ કન્વેન્શન સેન્ટર, મોડેલો, શિલ્પો, ચિત્રો અને અંગવસ્ત્રની પ્રતિકૃતિઓનો સમાવેશ થાય છે.
Uncategorizedરાજ ગોસ્વામી (સ્વતંત્ર એડિટર લેખક પત્રકાર) બ્રેકિંગ ન્યુઝના સર્જક ટેડ ટર્નર: જેમણે સમાચારોને સમયની સીમામાંથી આઝાદ કર્યાં 6ઠ્ઠી મેના રોજ દુનિયામાં લોકોએ તેમની 24 કલાકની ન્યૂઝચેનલ પર સમાચાર સાંભળ્યા કે ટેડ ટર્નર હવે નથી રહ્યા, ત્યારે તે એક વ્યક્તિના જવાની સમાચાર નહોતા, તે એક એવા યુગનું પ્રકરણ બંધ થવાની ક્ષણ હતી, જેણે સમયને જોવાની, સમજવાની […]
Uncategorizedવિરલ રાઠોડ ,( અમદાવાદ) લોકો મોબાઈલમાં દુનિયા જોવે છે મેં મોબાઈલને દુનિયા બનાવી આજકાલ બે મોબાઈલ રાખવાનો ટ્રેન્ડ છે. એક મોબાઈલ પ્રોફેશનલ યુઝ માટે બીજો પર્સનલ યુઝ માટે. બે મોબાઈલ એટલે ટોટલ ચાર મોબાઈલ નંબર થયા. એમાંથી એક મોબાઈલ નંબર તમામ સર્વિસ મફતમાં આપતી કંપની જીઓનો હોય છે. જે કંપનીએ તાજેતરમાં જ હોટસ્ટાર સાથે […]
Uncategorizedનીરવ જોશી, અમદાવાદ (M-9106814540) ગુજરાત યુનિવર્સિટીના પ્રાંગણમાં આવેલા જીઓલોજી ભવનના હોલમાં તારીખ 17 નવેમ્બરના સાંજે સંસ્કૃત પ્રત્યે અનુરાગ એટલે કે પ્રેમ અને સંવર્ધનની ભાવના ધરાવનારા સંસ્કૃતને દેવભાષા તેમજ રાષ્ટ્રભાષા જોવાની તીવ્ર ભાવના ધરાવનારા સંસ્કૃત પ્રેમીઓ નું દિવાળી પર્વ નિમિત્તે સ્નેહ સંમેલન યોજાયું હતું. ગુજરાત પ્રાંત સંસ્કૃત ભારતી ના પદાધિકારીઓ અને ગુજરાત યુનિવર્સિટીના સંસ્કૃત વિભાગના અધ્યક્ષા […]
Uncategorizedભારત 3 સપ્ટેમ્બર, 2024 સુધીમાં 20 મેડલ સાથે ટોક્યો પેરાલિમ્પિક્સ મેડલ ટેલીમાં આગળ વધ્યું ભારતે પાંચ મેડલ સાથે પેરા-બેડમિન્ટનમાં અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું કેન્દ્રીય યુવા બાબતો અને રમતગમત અને શ્રમ અને રોજગાર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ આજે નવી દિલ્હીમાં ભારતીય પેરા-બેડમિન્ટન ટુકડીને ભારત પરત ફરવા પર તેમનું સન્માન કર્યું હતું. ભારતે પેરા બેડમિન્ટનમાં તેનું અત્યાર […]