નીરવ જોશી, હિંમતનગર (M-9106814540) તાજેતરમાં બીજી એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં હનુમાન જયંતિ ની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હિંમતનગર શહેરમાં તેમજ આજુબાજુના ગામડાઓમાં પણ હનુમાન ભક્તોએ ભક્તિપૂર્વ હનુમાન દાદાના મંદિર શણગારીને ગામના લોકોને આમંત્રણ આપીને હનુમાન જયંતીની ભારે ઉત્સાહથી ઉજવણી કરી હતી. હિંમતનગર તાલુકાના પાણપુર ગામે જે સવગઢ તરીકે પણ ઓળખાય છે, […]
Nirav Joshi
પ્રકાશિત: शनिवार, 4 अप्रैल 2026 | 12:25 PM
વાંચન સમય: 2 મિનિટ
शेयर करें:
નીરવ જોશી, હિંમતનગર (M-9106814540)
તાજેતરમાં બીજી એપ્રિલના રોજ સમગ્ર ગુજરાતમાં અને ભારતમાં હનુમાન જયંતિ ની ભક્તિ ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. હિંમતનગર શહેરમાં તેમજ આજુબાજુના ગામડાઓમાં પણ હનુમાન ભક્તોએ ભક્તિપૂર્વ હનુમાન દાદાના મંદિર શણગારીને ગામના લોકોને આમંત્રણ આપીને હનુમાન જયંતીની ભારે ઉત્સાહથી ઉજવણી કરી હતી. હિંમતનગર તાલુકાના પાણપુર ગામે જે સવગઢ તરીકે પણ ઓળખાય છે, ત્યાં આવેલા બાલા હનુમાન મંદિરે પ્રજાપતિ સમાજ, દરજી સમાજ તેમજ પંચાલ સમાજ અને અન્ય હિન્દુ ભક્તો વડે હનુમાન દાદાની જયંતિ ની દર વર્ષની જેમ ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં પાણપુર ગામના મુસ્લિમ બિરાદરો એ પણ હનુમાન દર્શન અને મહાપ્રસાદનો લાભ લીધો હતો
ઉલ્લેખનીય છે કે પ્રજાપતિ, દરજી સમાજ તેમજ અન્ય હિન્દુ સમાજના સભ્યોએ મોટી સંખ્યામાં બાલા હનુમાન મંદિરે હનુમાન જયંતી પર હવન ,પૂજન ,મહા આરતી અને મંદિરના શિખરે નવી ધ્વજાને હનુમાન દાદાને અર્પણ કરીને ભક્તિ ભાવપૂર્વક હનુમાન જયંતિ નો લાભ લીધો હતો, તેમજ મહાપ્રસાદ પણ ભક્તોને ભાવપૂર્વક કરાવ્યો હતો.
સવગઢ ગામમાં અમુક વિસ્તારોને બાદ કરતાં મોટાભાગના હિન્દુઓ હવે બ્રહ્માણી નગરમાં રહે છે, પરંતુ તેમના વતન પાણપુરમાં હનુમાન મંદિરે અચૂક હનુમાન જયંતી ઉજવવા મોટી સંખ્યામાં હાજરી આપે છે અને મિત્રોને પણ સાથે લઈ હનુમાન જયંતિ ને ભવ્ય બનાવે છે. ભક્તોની હાજરીથી હનુમાન મંદિર ખૂબ જ ભક્તિ વાતાવરણ જીવંત બની ગયું હતું. વડીલોની સાથે યુવાનોએ પણ હનુમાન જયંતિ માં મોટી સંખ્યામાં ભાગ લીધો હતો.
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]
નીરવ જોશી , હિંમતનગર (M-9106814540) 🏆 29મા એવોર્ડથી સન્માનિત – અરવલ્લી જિલ્લાનું વધુ એક ગૌરવ 🏆 અરવલ્લી જિલ્લાના મોડાસા હાઈસ્કૂલ ખાતે ફ્રેન્ડ્સ ઑફ અરવલ્લી ગ્રુપ – શ્રી જમુભાઈ ભટ્ટ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનકડા ગામ વાસજીપુરાના પ્રગતિશીલ ખેડૂત તથા અરવલ્લી જિલ્લાના હજારો ખેડૂતોના લોકપ્રિય માર્ગદર્શક શ્રી Bhavesh k patelને […]
Nirav Joshi
13 जुलाई 20261 मिनट
ताजा खबर
Delhi Police ने बताया : अभिजीत दिपके, सौरव दास और आशुतोष रांका अभी भी हिरासत में, एहतियातन कार्रवाई जारी