સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
સાંસદ આદર્શ ગામ તરીકે પસંદ કરાયેલ પોગલું ગામે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ.
સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134) સાંસદ આદર્શ ગામ તરીકે પસંદ કરાયેલ પોગલું ગામે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ. સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલું ગામે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઇ હતી. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આદર્શ ગામના સ્વપ્નને સાકાર કરવા માટે સાબરકાંઠા જિલ્લાના સાત ગામોની પસંદગી સાંસદ આદર્શ ગામ તરીકે કરવામાં આવી છે. જેમાં […]

સંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-7838880134)
સાંસદ આદર્શ ગામ તરીકે પસંદ કરાયેલ પોગલું ગામે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઈ.

સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજ તાલુકાના પોગલું ગામે સાંસદશ્રી દિપસિંહ રાઠોડની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઇ હતી. દેશના વડાપ્રધાનશ્રી નરેન્દ્રભાઇ મોદીના આદર્શ ગામના સ્વપ્નને સાકાર કરવા માટે સાબરકાંઠા જિલ્લાના સાત ગામોની પસંદગી સાંસદ આદર્શ ગામ તરીકે કરવામાં આવી છે. જેમાં પ્રથમ તબક્કામાં પ્રાંતિજના પોગલું ગામે કલેક્ટરશ્રી હિતેષ કોયા અને જિલ્લા વિકાસ અધિકારીશ્રી દિપેશ શાહની ઉપસ્થિતિમાં ગ્રામસભા યોજાઇ હતી. આ સભામાં ગામના વિકાસ અંગે ગ્રામજનોની ઉપસ્થિતિમાં જિલ્લાના વિવિધ વિભાગોના અમલીકરણ અધિકારીઓ સાથે ચર્ચા કરવામાં આવી હતી.

આ ગ્રામસભામાં સ્વચ્છ ભારત અને પ્લાસ્ટિક મુક્ત ભારત અંતર્ગત “સ્વચ્છતા હી સેવા” ના ભાગરૂપે સિંગલ યુઝ પ્લાસ્ટિકના પ્રતિબંધ અંગે ગ્રામજનોમાં જાગૃતિ આવે તે ઉદ્દેશ્યથી પ્રતિજ્ઞા લેવડાવી કાપડની બેગનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ ગ્રામસભામાં ગામના સરપંચશ્રી, ગામના વડીલો, સંતશ્રી સુનિલદાસજી, શાળાના શિક્ષકો અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.
ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી , હિંમતનગર (M-9106814540) 🏆 29મા એવોર્ડથી સન્માનિત – અરવલ્લી જિલ્લાનું વધુ એક ગૌરવ 🏆 અરવલ્લી જિલ્લાના મોડાસા હાઈસ્કૂલ ખાતે ફ્રેન્ડ્સ ઑફ અરવલ્લી ગ્રુપ – શ્રી જમુભાઈ ભટ્ટ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનકડા ગામ વાસજીપુરાના પ્રગતિશીલ ખેડૂત તથા અરવલ્લી જિલ્લાના હજારો ખેડૂતોના લોકપ્રિય માર્ગદર્શક શ્રી Bhavesh k patelને […]