નીરવ જોષી, હિંમતનગર
(joshinirav1607 @gmail.com)
નીરવ જોષી, હિંમતનગર (joshinirav1607 @gmail.com) મેડિકલ કોલેજ ખાતે ૧૦૦ કરોડ રસીકરણ ની ઉત્સાહ ભરી ઉજવણી ગઈકાલે કરાઈ જિલ્લાના ૭૧૨ ગામો પૈકી ૫૨૧ થી વધુ ગામોમાં પહેલા ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ પૂરું થયું છે સાબરકાંઠા જિલ્લાની મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કોરોના રસીકરણ મહાઅભિયાનના દેશમાં ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થતા ઉજવણી કરાઇ […]

નીરવ જોષી, હિંમતનગર
(joshinirav1607 @gmail.com)
મેડિકલ કોલેજ ખાતે ૧૦૦ કરોડ રસીકરણ ની ઉત્સાહ ભરી ઉજવણી ગઈકાલે કરાઈ
જિલ્લાના ૭૧૨ ગામો પૈકી ૫૨૧ થી વધુ ગામોમાં પહેલા ડોઝનું ૧૦૦ ટકા રસીકરણ પૂરું થયું છે
સાબરકાંઠા જિલ્લાની મેડિકલ કોલેજ હિંમતનગર ખાતે જિલ્લા કલેકટરશ્રી હિતેષ કોયાની અધ્યક્ષતામાં કોરોના રસીકરણ મહાઅભિયાનના દેશમાં ૧૦૦ કરોડ ડોઝ પૂર્ણ થતા ઉજવણી કરાઇ હતી.
સાબરકાંઠા જિલ્લામાં અત્યાર સુધીમાં કોરોના રસીના પહેલા ડોઝનુ ૯,૯૪,૫૧૭(૮૯.૩૦%) ટકા અને બીજા ડોઝનું ૫,૩૭,૮૭૪ (૫૫.૩૧%) ટકા રસીકરણ સંપન્ન થયું હતું.રસીકરણ જાગૃતિ રેલી દ્વારા લોકજાગૃતિ ફેલાવવાનું કામ કરવામાં આવ્યું હતું.
મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલે આ પ્રસંગે જિલ્લાના આરોગ્ય કર્મયોગીઓ તેમજ રસીકરણમાં સહયોગ આપનાર સહુને અભિનંદન પાઠવ્યા હતા. રસીકરણ જાગૃતિ રેલીઓ, પોસ્ટર,નાટક, ભવાઇ વગેરે દ્વારા લોકજાગૃતિ ફેલાવવાનું કામ કરવામાં આવ્યું હતું. સાથે જિલ્લાની જનતામાં કોરોના પ્રત્યે આવેલી જાગૃતિ બદલ પણ સૌ જિલ્લા વાસીઓને અભિનંદન પાઠવ્યા હતા.
તેમણે જણાવ્યું કે સાબરકાંઠા જિલ્લાના ૭૧૨ ગામો પૈકી ૫૨૧ થી વધુ ગામોમાં પહેલા ડોઝ નું ૧૦૦ ટકા રસીકરણ પૂરું થયું છે.
જિલ્લામાં ૯,૯૪,૫૧૭ લાખથી વધુ લોકોએ પહેલા ડોઝ ની રસી લઇ લીધી છે.
આ પૈકી ૫,૩૭,૮૭૪ લાખથી વધુ લોકોએ બંને ડોઝ પૂરાં કર્યા છે.અને હવે પહેલો ડોઝ લેવાનો બાકી હોય તેવા જૂજ લોકો આવી રહ્યાં છે.મોટેભાગે હવે લોકો બીજો ડોઝ લેવા આવે છે.જિલ્લામાં છેલ્લા ઘણાં દિવસથી કોરોના પોઝિટિવ કેસ નથી.
આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખશ્રી ધીરજભાઇ પટેલ, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદી, જિલ્લા પોલીસ વડા શ્રી નીરજ બડગુજર, મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારીશ્રી ડો. રાજેશ પટેલ, આરોગ્ય વિભાગના કર્મીઓ, કોરોના વોરિયર્સ ડોક્ટરો, નર્સો તેમજ પોલીસ જવાનનો ઉપસ્થિત રહ્યા હતા
નગરોની ખબરરમેશ સવાણી (વડોદરા , ભૂતપૂર્વ આઈજીપી-IGP, Gujarat Police) બળાત્કારીઓના સન્માન બાદ ભ્રષ્ટાચારીઓનું સન્માન! ક્લાસ-1/2ની પરીક્ષા આપવા માટે યુવાનો રાત-દિવસ એક કરે છે. કોચિંગ લે છે. મોટિવેશનલ સેમિનાર એટેન્ડ કરે છે. ઓરલ ઈન્ટરવ્યૂમાં સમાજસેવાની/ દેશભક્તિની ઊંચી ઊંચી વાતો કરે છે. પરંતુ સિલેક્શન થતાં, હોદ્દા પર આવતાં જ એકાએક તેમના ચરિત્રમાં સમૂળગું પરિવર્તન આવી જાય છે. ભ્રષ્ટાચાર […]
દિવસ વિશેષરમેશ સવાણી , વડોદરા (સંકલન : નિરવ જોશી, M-7838880134) એક જબરજસ્ત આંદોલન ગોદી મીડિયા સામે જરુરી છે! News24માંથી રાજીનામું આપનાર વરિષ્ઠ પત્રકાર ગરિમા સિંહે લગભગ 27 દિવસ પછી સોશિયલ મીડિયા પર લાઇવ થઈને પોતાના રાજીનામા અને પત્રકારત્વ વિશે ખુલ્લેઆમ વાત કરી. તેઓ લગભગ ત્રણ વર્ષથી સિનિયર એક્ઝિક્યુટિવ એડિટર તરીકે કામ કરતા હતા અને પ્રાઇમ-ટાઇમ શો […]
ગ્રામિણ સંસ્કૃતિમજાનું અને વિચારપ્રેરક નાટક ‘બારમાનું બખડજંતર’ સંજય સ્વાતિ ભાવે પ્રેક્ષકોને પૂરો સમય અત્યારના સમય સાથે જોડી રાખતું,તેમના રસને સતત જાળવી રાખતું બે અંકનું વિચારપ્રેરક મજાનું નાટક ‘બારમાનું બખડજંતર’ ગઈકાલે 22 મેએ જોવા મળ્યું.તેનાં લેખિકા અને નિર્માત્રી લતા શાહ અને દિગ્દર્શક જીગર બુંદેલા. મધ્યમવર્ગના એક પરિવારની દીકરી બારમા ધોરણની બોર્ડની પરીક્ષા વિજ્ઞાનના વિષયો સાથે આપે છે. […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-9106814540) વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વાવ-થરાદથી ₹891 કરોડના રેલવે પ્રકલ્પોનું કર્યું લોકાર્પણ: ખેડબ્રહ્મા-અસારવા નવી ટ્રેન સેવાનો વિધિવત પ્રારંભ ઉત્તર ગુજરાતના વિકાસને મળી નવી ગતિ: ખેડબ્રહ્મા-હિંમતનગર બ્રોડગેજ લાઈન પર પ્રથમ ટ્રેનનું વડાપ્રધાન દ્વારા વર્ચુઅલ ઈ-પ્રસ્થાન રેલવેના આધુનિકીકરણથી આદિજાતિ વિસ્તારોમાં વેપાર અને પર્યટનને વેગ મળશે: સ્થાનિકોમાં ખુશીનો માહોલ *આ સમગ્ર વિસ્તારના આર્થિક અને સામાજિક વિકાસના […]