સંયોજક: નિરવ જોશી(M-9106814540)
સૌજન્ય: વન-વગડો ફેસબુક ગ્રુપ
સંયોજક: નિરવ જોશી(M-9106814540) સૌજન્ય: વન-વગડો ફેસબુક ગ્રુપ અંગ્રેજીમાં એક કહેવત છે કે ” Good things comes in a small box”! અર્થાત્ સારી વસ્તુઓ નાનકડાં બોક્સમાં જ આવે. જેમકે સોનાનો છે, વીંટી કે ચાંદીનો સિક્કો વગેરે વગેરે.. છોટા પેકેજ બડા ધમાકા પણ કંઇક આવા જ અર્થમાં છે. પણ ઓનલાઇન શોપિંગ કરનારા લોકો માટે આ કહેવત લાગુ […]

સંયોજક: નિરવ જોશી(M-9106814540)
સૌજન્ય: વન-વગડો ફેસબુક ગ્રુપ
અંગ્રેજીમાં એક કહેવત છે કે ” Good things comes in a small box”! અર્થાત્ સારી વસ્તુઓ નાનકડાં બોક્સમાં જ આવે. જેમકે સોનાનો છે, વીંટી કે ચાંદીનો સિક્કો વગેરે વગેરે.. છોટા પેકેજ બડા ધમાકા પણ કંઇક આવા જ અર્થમાં છે.
પણ ઓનલાઇન શોપિંગ કરનારા લોકો માટે આ કહેવત લાગુ પડતી નથી. વાળ ઓળવાનો કાંસકો ઓર્ડર કરજો, જે એનવેલોપ કે પરબીડિયું જેટલી સાઈઝમાં સમાય જાય છે પણ એમેઝોન તરફથી ઓવરસાઇઝ બોક્સમાં જ આવશે. આજકાલ પશ્ચિમના દેશોમાં લોકો ઓનલાઇન શોપિંગ કંપનીઓનાં પેકેજીંગ પ્રેક્ટીસ પર સવાલ ઉઠાવી રહ્યા છે.
પેપર આધારિત પેકેજિંગ બનાવવા માટે દર વર્ષે ત્રણ અબજથી વધુ વૃક્ષો કાપવામાં આવે છે પણ ઘરની બહાર આ પેકેજ કચરાનાં ડબ્બામાં ફરીથી રિસાયકલ કરવામાં અબજો રૂપિયા વપરાય છે.યુનાઈટેડ નેશન્સ (FAO) ના ફૂડ એન્ડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઈઝેશન અનુસાર છેલ્લાં 10 વર્ષમાં ઓનલાઇન શોપિંગ કરવાની લોકોની ટેવને કારણે પેકેજીંગ કરવાનો ધંધો 65% વધ્યો છે. આ ઇ કોમર્સવાળા ગ્રાહકોની માનસિકતા ઉપર ખાસ સંશોધન કરે છે. જેમ દારૂની ટેવ કોઈને પાડવી હોય તો થોડો થોડો દારૂ શરૂ કરવામાં કોઇ મદદ કરે એટલે કાયમનો બંધાણી થઈ જાય એ જ રીતે ઓનલાઇન શોપિંગ કંપનીઓ નાનકડી વસ્તુને સ્હેજ મોટાં બોક્સમાં પેકિંગ કરીને ગ્રાહકની માનસિકતાની લાભ ઉઠાવે છે.
નેધરલેન્ડમાં એક કંપની છે જેનું નામ છે એમસ્ટર બ્રાન્ડ માર્કેટિંગ. આ ડચ માર્કેટિંગ રિસર્ચ કંપની દુનિયાભરના ઓનલાઇન શોપિંગ કરનારા લોકો ઉપર, એમની ટેવ કે કુટેવ ઉપર સંશોધન કરે છે. આ કંપનીના સંશોધન પ્રમાણે ગ્રાહક ઓનલાઇન ઓર્ડર કરે એટલે અંદરની વસ્તુ કરતાં પહેલાં પેકેજીંગ બોક્સ જોઈને જ અડધો અંજાય જાય છે અને એનું મગજ બોક્સ ની અંદર રહેલી વસ્તુઓની ઉણપ જોવાનું ચૂકી જાય છે. આ બોક્સની સાઈઝ માટે artificial inteligence અલ્ગોરિધમનો ઉપયોગ કરીને નક્કી કરવામાં આવે છે.
દરેકનાં ઘરમાં ઓનલાઇન શોપિંગ પછી નીચે ચિત્રમાં બતાવ્યા પ્રમાણે સીન સર્જાતો જ હશે!
વધુ એક વૈજ્ઞાનિક સંશોધનમાં એવું પણ જાણવા મળ્યું છે કે જેનું પેકેજીંગ નાનું અને એમાં વપરાતા કાગળ કે પ્લાસ્ટિકનું પેકેજીંગ ની જાડાઈ ઓછી હોય એને ગ્રાહકો ઓછી ગુણવત્તાવાળી વસ્તુ માને છે ભલે અંદર સોના જેવી વસ્તુઓ કેમ ન હોય! આ તો ફકત કાર્ડબોર્ડની વાત થઈ પણ એ સિવાય પ્લાસ્ટિક, ફાઈબર, કુશનવાળા હવા ભરેલી નાની પ્લાસ્ટિકની કોથળીઓ, પરપોટા ફોડવાની મજા પડે એવું બ્લિસ્ટર કોથળીઓ કચરામાં ગયા પછી 500 વર્ષ સુધી જમીનમાં વિઘટન પામ્યાં વગર તમારાં ઓનલાઇનના શોપિંગની યાદમાં પૃથ્વીનાં પર્યાવરણમાં જેઠાલાલની બબિતાની જેમ રહે છે.
આ પશ્ચિમના દેશો એશિયા અને ગરીબ દેશોમાં જ લાકડાં કાપે છે, પોતાનાં દેશમાં વૃક્ષો સુરક્ષિત રાખે છે! ગરમ પ્રદેશ કે ઉષ્ણ કટિબંધનાં દેશોમાંથી લગભગ 76.3 મિલિયન હેક્ટર (189.5 મિલિયન એકર) જંગલો 20 વર્ષોમાં નષ્ટ થઈ ગયા છે. એમેઝોન જેવી એક કંપની એક વર્ષમાં 465 મિલિયન પાઉન્ડ એટલે કે લગભગ 21 કરોડ કિલોગ્રામ પ્લાસ્ટિક પેકેજિંગ કચરો પેદા કરે છે જે પૃથ્વીની ફરતે પાથરો તો 500 વખત પરિક્રમા કરી શકે છે! લાકડાંના ફાઈબરમાંથી લાકડાંનો પલ્પ બનાવવામાં આવે છે એનો આખા વિશ્વનો 54% પલ્પ પેકેજીંગ બોક્સમાં વપરાય છે એની માટે 43 ટકા જંગલો કાપવા પડે છે!
પશ્ચિમનાં દેશો આ મુસીબત જાણે છે એટલે હવે નવો વિચાર લઈને આવ્યા છે! આને Naked packaging કહે છે. કાર્ડબોર્ડ વગર આરપાર દેખાય એવું પેકેજીંગ!
ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિપણ એમાંય પેકેજીંગ મટીરીયલ વપરાય?.. ના!!
પ્રોડક્ટ એવી બનાવવાની કે પ્રોડક્ટ પોતે જ પોતાને મોર કળા સમાવી લે એ રીતે જ વપરાયા પછી સંકોચાઈને બંધ થઈ જાય! આ બહુ પ્રાથમિક અને નવો કોન્સેપ્ટ છે. પેકેજીંગ કરવાની જરૂર પડશે તો પણ બહુ ઓછું પેકેજીંગ મટીરીયલ જોઈએ એવો કીમિયો શોધાશે.
અત્યારે બ્યુટી પ્રોડક્ટ અને અમુક ફૂડ આઇટમો Naked packaging માં મળે છે. આજકાલ પશ્ચિમમાં નવી એન્ટ્રી પામેલો નેકેડ આઈસ્ક્રીમની તસવીર મૂકું છું. આમાં રાસબરી અગરનું કોટિંગ બહાર કરેલું હોય છે અને અંદર વેનીલા આઈસ્ક્રીમ હોય છે. બહારનું કોટીંગ પણ આઈસ્ક્રીમ સાથે. ખાવાનું! કંઈ ફેંકવાનું જ નહીં!
આપણે, ઓનલાઇન શોપિંગ કરીએ એમાંય મેઇડ ઈન ચાઈનાનો માલ લેવાનો, અમેરિકન કંપની એમેઝોન માલ મોકલાવે અને કચરો ભારતમાં નાખીને આપણા દેશના પર્યાવરણની મેથી મારવાની!
ભારતમાં 70% ઓનલાઇન શોપિંગમાં ફકત ઈલેક્ટ્રોનિક , બ્યુટી પ્રોડક્ટ અને કપડાંનું જ શોપિંગ થાય છે જેમાં 20 થી 38 વર્ષનાં યુવાનો સૌથી વધુ ઓનલાઇન શોપિંગ કરે છે.
ભારત સરકારે e shopping માટે વિદેશી કંપનીઓને આમંત્રણ આપ્યું છે. તમારાં ખિસ્સામાંથી અમેરિકાની કંપનીઓ 27 બિલિયન ડોલર લઈ જાય છે! એમેઝોને 15 બિલિયન ડોલરનું 7 વર્ષ માટે વધુ રોકાણ જાહેર કર્યું છે.
એની કરતાં ભાઈ થેલી લઈને સ્થાનિક વેપારીની દૂકાનમાં જઈને ખરીદી કરો તો તમારાં ભાઈઓનું ગુજરાન પણ ચાલે અને દેશની ઈકોનોમીને પણ મદદ થાય! તમારો વેપારી ભૂખ્યો મરે અને અમેરિકાવાળો પ્રાઇવેટ જેટમાં ફરે એ તમને મંજૂર છે?
નીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી , હિંમતનગર (M-9106814540) 🏆 29મા એવોર્ડથી સન્માનિત – અરવલ્લી જિલ્લાનું વધુ એક ગૌરવ 🏆 અરવલ્લી જિલ્લાના મોડાસા હાઈસ્કૂલ ખાતે ફ્રેન્ડ્સ ઑફ અરવલ્લી ગ્રુપ – શ્રી જમુભાઈ ભટ્ટ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનકડા ગામ વાસજીપુરાના પ્રગતિશીલ ખેડૂત તથા અરવલ્લી જિલ્લાના હજારો ખેડૂતોના લોકપ્રિય માર્ગદર્શક શ્રી Bhavesh k patelને […]