નીરવ જોશી , હિંમતનગર( M-7838880134, josnirav@gmail.com)
સાબરકાંઠા જિલ્લામાં મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ થશે
નીરવ જોશી , હિંમતનગર( M-7838880134, josnirav@gmail.com) સાબરકાંઠા જિલ્લામાં મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ થશે જિલ્લા પંચાયતની ૩૬ સીટોના ૭૨ ગામ અને ૬ નગરપાલિકાઓમાં ભ્રમણ કરશે જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે વર્તમાન ભાજપ સરકાર નવા નવા મંત્રીઓ મોકલીને સાબરકાંઠાની જનતાને છેલ્લા આઠ વર્ષમાં વડાપ્રધાન મોદીની ગેરહાજરીમાં કેવા પ્રકારનો વિકાસ થયો છે […]

નીરવ જોશી , હિંમતનગર( M-7838880134, josnirav@gmail.com)
સાબરકાંઠા જિલ્લામાં મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ થશે
જિલ્લા પંચાયતની ૩૬ સીટોના ૭૨ ગામ અને ૬ નગરપાલિકાઓમાં ભ્રમણ કરશે
જ્યારે વિધાનસભાની ચૂંટણી નજીકમાં છે ત્યારે વર્તમાન ભાજપ સરકાર નવા નવા મંત્રીઓ મોકલીને સાબરકાંઠાની જનતાને છેલ્લા આઠ વર્ષમાં વડાપ્રધાન મોદીની ગેરહાજરીમાં કેવા પ્રકારનો વિકાસ થયો છે અને એનાથી સાબરકાંઠાને શું લાભ થયો છે એની પાઠશાળા અલગ અલગ સ્વરૂપે ઉજવણી કરીને લોકોને જણાવી રહી છે એના અંતર્ગત આઝાદીકા અમૃત મહોત્સવની ઉજવણીના ભાગરૂપે ગુજરાતમાં છેલ્લા બે દાયકામાં થયેલ વિકાસને લોકો સુધી પહોંચાડવાના પ્રયાસ સ્વરૂપે રાજ્ય સરકાર દ્વારા રાજ્યના તમામ જિલ્લાઓમાં વંદે ગુજરાત વિકાસયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લા પંચાયતની ૩૬ સીટોના ૭૨ ગામ અને ૬ નગરપાલિકાઓમાં ભ્રમણ કરશે.
સાબરકાંઠા જિલ્લામાં પ્રાથમિક માધ્યમિક અને પ્રોઢ શિક્ષણ વિભાગ રાજ્ય કક્ષા મંત્રીશ્રી કિર્તીસિંહ વાઘેલાની ઉપસ્થિતિમાં વંદે ગુજરાત વિકાસ યાત્રાનો શુભારંભ થશે. તા. ૫ જુલાઈ ૨૦૨૨ ના મંગળવારના રોજ સાંજે ૪:૩૦ કલાકે ડૉ.નલિનકાંત ગાંધી ટાઉન હોલ ખાતે થી થશે. આ કાર્યક્રમમાં સાંસદ શ્રીમતી રમીલાબેન બારા, જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ધીરજભાઈ પટેલ, સાંસદ શ્રી દિપસિંહ રાઠોડ, હિંમતનગર ધારાસભ્ય શ્રી રાજેન્દ્રસિંહ ચાવડા, ઈડર ધારાસભ્યશ્રી હિતુભાઈ કનોડીયા, નગરપાલિકા પ્રમુખ શ્રીમતી યતીનબેન મોદી, ખેડબ્રહ્મા પૂર્વ ધારાસભ્યશ્રી અશ્વિનભાઈ કોટવાલ, પૂર્વ મંત્રીશ્રી ગુજરાત રાજ્ય શ્રી રમણલાલ વોરા, જી.યુ.ડી.સી. ડાયરેક્ટર શ્રી જે. ડી. પટેલ ઉપસ્થિત રહેશે.
આ કાર્યક્રમ અંતર્ગત ૫૦૩૮ લાભાર્થીઓને રૂ.૩,૭૮,૫૫,૯૫૪ની સાધન સહાય ચૂકવવામાં આવશે.
આ સાથે રૂ. ૧૦,૧૪,૬૪,૦૦૦ના ખર્ચે તૈયાર થયેલા ૩૬૯ જાહેર કામોના લોકાર્પણ કરવામાં આવશે. તેમજ વિકાસના ૪૧૯ કામોનું જેનો અંદાજિત ખર્ચ રૂ.૬,૫૮,૪૯,૨૦૧ ખાતમુહૂર્ત કરવામાં આવશે તેમજ આવનારા સમયમાં નવા વિકાસના ૧૪૭ કામો અંદાજીત રૂ.૨,૫૨,૩૨,૬૪૨ના ખર્ચે થશે જેની જાહેરાત કરવામાં આવશે.
ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી , હિંમતનગર (M-9106814540) 🏆 29મા એવોર્ડથી સન્માનિત – અરવલ્લી જિલ્લાનું વધુ એક ગૌરવ 🏆 અરવલ્લી જિલ્લાના મોડાસા હાઈસ્કૂલ ખાતે ફ્રેન્ડ્સ ઑફ અરવલ્લી ગ્રુપ – શ્રી જમુભાઈ ભટ્ટ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનકડા ગામ વાસજીપુરાના પ્રગતિશીલ ખેડૂત તથા અરવલ્લી જિલ્લાના હજારો ખેડૂતોના લોકપ્રિય માર્ગદર્શક શ્રી Bhavesh k patelને […]