Avspost.com, Ahmedabad
updated : 1.10 PM
Avspost.com, Ahmedabad updated : 1.10 PM આજરોજ સાબરકાંઠામાં બેરોજગાર યુવાનો માટે રોજગાર ગેરંટી યાત્રાનું શુભારંભ થવાનું હતું. પરંતુ કેટલાક કારણોસર અને પોલીસની આડોડાઈ ને કારણે આ યાત્રા ની શરૂઆત જ ન થઈ શકી! પોલીસ યુવરાજસિંહ ના સમર્થનમાં આવેલા કાર્યકર્તાઓને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. યુવરાજસિંહ જાડેજા એ આ પ્રકારે નો મેસેજ મીડિયામાં વાયરલ કર્યો […]

Avspost.com, Ahmedabad
updated : 1.10 PM
આજરોજ સાબરકાંઠામાં બેરોજગાર યુવાનો માટે રોજગાર ગેરંટી યાત્રાનું શુભારંભ થવાનું હતું. પરંતુ કેટલાક કારણોસર અને પોલીસની આડોડાઈ ને કારણે આ યાત્રા ની શરૂઆત જ ન થઈ શકી!
પોલીસ યુવરાજસિંહ ના સમર્થનમાં આવેલા કાર્યકર્તાઓને પકડીને પોલીસ સ્ટેશન લઈ ગઈ છે. યુવરાજસિંહ જાડેજા એ આ પ્રકારે નો મેસેજ મીડિયામાં વાયરલ કર્યો છે
ભાજપ સરકાર દ્વારા યુવાનો નો અવાજ દબાવવાં નો પ્રયાસ થઈ રહીયો છે.
લોકશાહી નું હનન થઈ રહીયું છે. તાનાશાહી અને સરમુખત્યારશાહી ભર્યું વાતાવરણ જોવા મળે છે.
બેરોજગાર ગેરંટી યાત્રા ની શરુઆત હિંમતનગર ખાતે થી શરૂ કરવા જઈ રહિયા હતા ત્યારે મોતીપુરા ચોક થી ૧૮ કાર્યકર્તા ની અટકાયત કરવામાં આવી.
કાર્યક્રમ પ્રાઇવેટ સ્થળે રાખ્યો હતો તો પણ પરમિશન ન હોવાનું કારણ આગળ ધરી દેવામાં આવ્યું.
જો યુવાનો નો અવાજ વધારે દબાવવામાં આવશે તો ગુજરાતના દરેક જિલ્લા અને તાલુકા થી યુવાનો દ્વારા જેલ ભરો આંદોલન શરૂ કરવામાં આવશે.
✍️યુવરાજસિંહ જાડેજા.
—————-
આ રોજ હિંમતનગર અને તેની આજુબાજુના ગામડાઓમાં આપ પાર્ટીના યુવા નેતા યુવરાજસિંહ જાડેજા રોજગાર ગેરંટી યાત્રાની સફળ શરૂઆત કરશે. ઉલ્લેખનીય છે કે સોમવારના રોજ હિંમતનગરના ટાઉનહોલ મુકામે દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલ તેમજ મનિશ સિસોદિયા આવ્યા હતા ત્યારે હિંમતનગર નો જાણીતો નલિન ગાંધી ટાઉન હોલ યુવાનોથી અને પાર્ટી સમર્થકો ભરાઈ ગયો હતો .

આપના સમર્થકો – સાબરકાંઠાના બેરોજગાર અને આજુબાજુના ગામના યુવાનોએ ખૂબ જુસ્સાથી પાર્ટીના સમર્થનમાં હાજરી આપીને અરવિંદ કેજરીવાલ, મનીષ સિસોદિયા અને ઈશુદાન ગઢવી તેમજ ગોપાલ ઇટાલીયાને પ્રોત્સાહિત કર્યા હતા. અંદરખાને એવી વાત છેલ્લા ત્રણ દિવસથી બહાર આવી છે કે ઘણા બીજી પાર્ટીઓના નારાજ નેતાઓ અને સમર્થકો પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા , જેથી ભાજપ- કોંગ્રેસના જામી પડેલા મોટા માથાઓ અને તેમનું સ્વાર્થી ચરિત્ર આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વહેલી તકે તેમનું સાચું ચારિત્ર પાર્ટી હાઈ કમાન્ડ સામે ખૂલું પડી જાય! આનાથી બધાને જ ફાયદો થવાનો છે કારણ કે ભાજપ- કોંગ્રેસ સરખા હોય એવું સામાન્ય જનતાને લાગી રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે છેલ્લા ઘણા સમયથી સ્પર્ધાત્મક પરીક્ષાઓ ગુજરાત સરકાર વારંવાર પાછી ઠેલી રહી છે ત્યારે સાબરકાંઠાના યુવાનો જે મોટેભાગે સરકારી નોકરીની ઝંખના રાખતા હોય છે તેઓમાં પણ આ પાર્ટીના સરકારી નોકરીઓને લગતી ભરતી કેલેન્ડર ની જાહેરાતથી ખૂબ જ ઉત્સાહ આવી ગયો છે.
ગુજરાત સરકાર છેલ્લા ચાર વર્ષથી ભરતી મેળામાં જે પ્રકારે અન્યાય કરી રહી છે તેનાથી આજે ન કેવલ સાબરકાંઠામાં પરંતુ સમગ્ર ગુજરાતમાં યુવાનોમાં આક્રોશ ભાજપ સરકાર સામે છે, ત્યારે પાર્ટીના અને ખાસ કરીને સ્પર્ધાત્મક પરીક્ષામાં થયેલા અન્યાયની સામે પડેલા યુવરાજસિંહ જાડેજા જેવા પાર્ટી સાથે જોડાય છે તેમના કાર્યક્રમથી આજે સાબરકાંઠામાં કુલ પાંચ જગ્યાએ રોજગાર ગેરંટી યાત્રા ની સફળ શરૂઆત થવા જઈ રહી છે ..ત્યારે યુવાનો મોટી સંખ્યામાં આ કાર્યક્રમમાં હાજર રહેશે તેવી અપેક્ષા રખાઈ રહી છે.
કારકિર્દીનીરવ જોશી, હિંમતનગર (M-7838880134) રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન વડે વિજયનગર તાલુકાના પોળો જંગલ ખાતે સખી શોપ ખુલ્લી મુકાઈ. સાબરકાંઠા જિલ્લામાં કાર્યરત રાષ્ટ્રીય ગ્રામિણ આજીવિકા મિશન યોજના અંતર્ગત રચના કરવામાં આવેલ સ્વસહાય જૂથો દ્વારા ઉત્પાદિત હેંડી ક્રાફટ,હેન્ડ લુમ,ફૂડ પ્રોડક્ટ, ઇમેટ્સન જ્વેલરી,મહુવા પ્રોડક્ટ, કોયર પ્રોડક્ટ, મડ વર્ક પેઇન્ટિંગ,વાસ તેમજ ખજૂરીના પાનની પ્રોડક્ટ અને રમકડાં ના વેચાણ અર્થે […]
કારકિર્દીAvspost.com, ગાંધીનગર (M-7838880134) ઉર્જા વિભાગ કૌભાંડ / અરવલ્લી-સાબરકાંઠાના 11 નોકરિયાત ઉમેદવારો સસ્પેન્ડ છેલ્લા એક વર્ષ પૂર્વે જાહેર થયેલા યુજીવીસીએલના કૌભાંડ અંગે વધુ નવા નવા ફણગા ફૂટી રહ્યા છે.ખાસ કરીને આ કૌભાંડમાં ભ્રષ્ટાચાર થયો છે એવું યુવા નેતા યુવરાજસિંહ જાડેજાએ જણાવ્યું હતું જે અંતર્ગત હવે સુરત થી ચાલુ થયેલું ધરપકડનો દોર સાબરકાંઠામાં પણ પહોંચ્યો હતો અને […]
કારકિર્દીનીરવ જોશી ,ઈડર રાજ્યકક્ષાનો આઠમો એજ્યુકેશન ઇનોવેશન ફેસ્ટિવલ 2023 ઇડર ડાયટ ખાતે યોજાયો હતો. જેનો આજે એટલે કે 28 ફેબ્રુને રોજ બપોરે 4:00 વાગ્યાની આસપાસ સમાપન થવાનું છે. ઉલ્લેખનીય છે કે સમગ્ર રાજ્યના ઇનોવેશન અને શિક્ષણમાં બાળકોને નવી તાલીમ આપતા હોય એવા શિક્ષકોને પસંદ કરીને દરેક જિલ્લાના ડાયટમાં અલગ અલગ પ્રોગ્રામો થાય છે. પરંતુ સમગ્ર […]
કારકિર્દીસંકલન: નિરવ જોશી હિંમતનગર (M-7838880134) Www.avspost.com ના વાચકોને શ્રાદ્ધ પક્ષની અને ત્યારબાદ માં ભગવતી અંબાના નવરાત્રીની હાર્દિક શુભકામનાઓ… જય માતાજી! આવનારા સમયમાં આપ સૌ કોઈ નવરાત્રિ માટે સુસજજ બનો અને નવરાત્રિના અવનવા સમાચારો અમારા પોર્ટલ પર ઇમેલ કે whatsapp – 9662412621 પર મોકલી આપો. આ પોર્ટલ લોક ફાળાને એકઠું કરીને ગરીબ લોકોના આર્થિક મદદ કરવા […]