સંકલન: નિરવ જોષી, અમદાવાદ (M-7838880134, joshinirav1607@gmail.com)
- મહેનતુ મહિલાઓના સ્વસહાય જૂથોને આર્થિક ઈંધણ રૂપે ધિરાણ અને રિવોલ્વિંગ ફંડનું કરાયું વિતરણ
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમદાવાદના સાણંદ ખાતે આયોજીત કરાયો કેશ ક્રેડિટ કેમ્પ
સંકલન: નિરવ જોષી, અમદાવાદ (M-7838880134, joshinirav1607@gmail.com) મહેનતુ મહિલાઓના સ્વસહાય જૂથોને આર્થિક ઈંધણ રૂપે ધિરાણ અને રિવોલ્વિંગ ફંડનું કરાયું વિતરણ જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમદાવાદના સાણંદ ખાતે આયોજીત કરાયો કેશ ક્રેડિટ કેમ્પ અમદાવાદના જિલ્લાના 100થી વધુ સખી મંડળ અને સ્વસહાય જૂથોને 1.17 કરોડનું ધિરાણ અને રિવોલવિંગ ફંડની ચુકવણી ‘મહિલાઓના સશક્તિકરણથી દેશનું સશક્તિકરણ’ના લક્ષ્યાંક સાથે કેન્દ્ર […]

સંકલન: નિરવ જોષી, અમદાવાદ (M-7838880134, joshinirav1607@gmail.com)
જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી દ્વારા અમદાવાદના સાણંદ ખાતે આયોજીત કરાયો કેશ ક્રેડિટ કેમ્પ
અમદાવાદના જિલ્લાના 100થી વધુ સખી મંડળ અને સ્વસહાય જૂથોને 1.17 કરોડનું ધિરાણ અને રિવોલવિંગ ફંડની ચુકવણી
‘મહિલાઓના સશક્તિકરણથી દેશનું સશક્તિકરણ’ના લક્ષ્યાંક સાથે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારની અનેક યોજનાઓ કાર્યરત છે. જેમાં દીનદયાળ અંત્યોદય યોજના રાષ્ટ્રીય ગ્રામીણ આજીવિકા મિશન અંતર્ગત સ્વસહાય જૂથો માટે ધિરાણ અને રિવોલિંગ ફંડના વિતરણનો કાર્યક્રમ અમદાવાદના સાણંદ ખાતે આયોજીત કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં અમદાવાદ જિલ્લાના વિવિધ ગામોના 100થી વધુ સ્વસહાય જૂથોના મહિલાઓ ઉપસ્થિત રહ્યા હતા.
પોતાની આવડત અને કૌશલ્ય પ્રમાણ ગ્રામ્ય કે તાલુકા સ્તરે આર્થિક ઉપાર્જન માટે મહેનત કરતી મહિલાઓ માટે નાણાકીય ઈંધણ સમાન ધિરાણનું વિતરણ કરવામાં આવ્યું છે. જેમાં 108 જૂથોને કેશ ક્રેડિટ લોન પેટે 108 લાખ રૂપિયાની ચુકવણી કરાઈ જ્યારે રિવોલ્વિંગ ફંડ પેટે 37 જૂથોને 9.30 લાખ ચુકવવામાં આવ્યા છે.

બેંક સખી તરીકે કાર્યરત અલ્કાબેન લકુમે પ્રતિભાવ આપતા પોતાનો અનુભવ વર્ણવ્યો હતો. તેઓ છેલ્લા 3 વર્ષથી કાર્યરત છે. સખીમંડળના બહેનોને વિવિધ સરકારી યોજનાઓના લાભો અપાવવામાં મદદરૂપ થઈને તેઓ જિલ્લા-તાલુકા પંચાયત અને મહિલાઓ વચ્ચે કડી સમાન ભૂમિકા ભજવી રહ્યા છે. અલ્કાબહેન ઉપરાંત આવી હજારો મહિલાઓ છે જે સ્વસહાય જૂથમાં ભાગીદાર બનીને સરકાર દ્વારા મળતા ધિરાણ અને સહાય થકી આજે પગભર બની છે. આ મહિલાઓએ આત્મનિર્ભર ગામ થકી આત્મનિર્ભર ગુજરાત અને આત્મનિર્ભર ભારતના સંકલ્પને ચરિતાર્થ કરતી કેન્દ્રની મોદી સરકાર અને ગુજરાતની ભૂપેન્દ્રભાઈ પટેલની સરકારનો આભાર માન્યો હતો.

વિવિધ લાભોના વિતરણ માટે આયોજીત આ કાર્યક્રમમાં સાણંદ તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી અરવિંદસિંહ વાઘેલા, મહિલા અને બાળ વિકાસ સમિતિના ચેરમેનશ્રી દયારામભાઈ પટેલ, DRDA નિયામક શ્રી આઈ.એસ.આહીર, તાલુકા વિકાસ અધિકારી શ્રી સપના રાજપૂત, DLM શ્રી અપૂર્વ શાહ તેમજ જિલ્લાની NRLM ટીમ સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ હાજર રહ્યા હતા.
વિવેક, પ્રાદેશિક માહિતી કચેરી- અમદાવાદ
ગ્રામિણ સંસ્કૃતિસંજય સ્વાતિ ભાવે (Ahmedabad) M- 9879731551 ગાંધી જયંતિ નિમિત્તે બધી શાળાઓએ અપનાવા જેવું પુસ્તક.. ‘અ’અહિંસાનો‘અ’, સંપાદક: કેતન રૂપેરા, પ્રકાશક: સાબરમતી આશ્રમ ટ્રસ્ટ અને પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,પાનાં72, 250 રૂ. ; સંવર્ધિત બીજી આવૃત્તિ જાન્યુઆરી 2024 પ્રાપ્તિસ્થાન: – સાબરમતી આશ્રમ પુસ્તક ભંડાર,ફોન: 079-27557277); – પર્યાવરણ શિક્ષણ કેન્દ્ર,થલતેજ, અમદાવાદ,079-268580002 ; – ‘ગ્રંથવિહાર’ પુસ્તક ભંડાર, ગુજરાતી સાહિત્ય પરિષદ સંકુલ,વેચાણ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી, હિંમતનગર (M-7838880134 & 9662412621(WhatsApp) હિંમતનગરના મોતીપુરા ખાતે માનસિકદિવ્યાંગ બાળકોની સંસ્થામાં ગણેશોત્સવનું ભાવભેર સમાપન હિંમતનગરના મોતીપુરા વિસ્તારમાં આવેલી સાબરકાંઠા ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત માનસિક દિવ્યાંગ બાળકોની સંસ્થા ખાતે તા. 14/09/2026 થી 25/09/2026 સુધી ઉજવાયેલ 10 દિવસીય ગણેશ મહોત્સવનું ભાવભેર સમાપન કરવામાં આવ્યું. *સંસ્થામાં ગણપતિ બાપ્પાની સ્થાપના વહીવટી સંચાલક જીતુભાઈ પટેલ દ્વારા કરવામાં આવી હતી.* સ્થાપના […]
ગ્રામિણ સંસ્કૃતિસંકલન : નીરવ જોશી, હિંમતનગર (M-9106814540 & 9662412621) પહેલી સપ્ટેમ્બર ના રોજ વિજાપુર પાસે આવેલા સાબરમતીના કિનારે ઉભેલા ઋષિવનના સ્થાપક અને સમગ્ર ગુજરાતમાં નહીં પરંતુ સમગ્ર વિશ્વમાં જાણીતા થયેલા ગ્રીન એમ્બેસેડર એટલે કે પર્યાવરણના સાચા પ્રેમી અને વૃક્ષ નારાયણના ઉપાસક એવા જીતુભાઈ પટેલનો જન્મદિવસ! પર્યાવરણના પૂજક અને અલગારી એવા જીતુભાઈ પટેલની જન્મદિવસની ઉજવણી ખૂબ જ […]
ગ્રામિણ સંસ્કૃતિનીરવ જોશી , હિંમતનગર (M-9106814540) 🏆 29મા એવોર્ડથી સન્માનિત – અરવલ્લી જિલ્લાનું વધુ એક ગૌરવ 🏆 અરવલ્લી જિલ્લાના મોડાસા હાઈસ્કૂલ ખાતે ફ્રેન્ડ્સ ઑફ અરવલ્લી ગ્રુપ – શ્રી જમુભાઈ ભટ્ટ પરિવાર દ્વારા આયોજિત ભવ્ય સન્માન સમારોહમાં અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના નાનકડા ગામ વાસજીપુરાના પ્રગતિશીલ ખેડૂત તથા અરવલ્લી જિલ્લાના હજારો ખેડૂતોના લોકપ્રિય માર્ગદર્શક શ્રી Bhavesh k patelને […]